રબ્બર ફેક્ટરી પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

1719
bvn113112017-4.jpg

શહેરના રબ્બર ફેક્ટરી સર્કલ પાસે ઈનારકો કંપનીના ગેટ પાસેથી આઠ દિવસ પહેલા મોટરસાયકલની ચોરી કરનાર શખ્સને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. ટીમ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન સરદારનગર રોડ લંબે હનુમાનજીના મંદીર પાસે આવતાં હોન્ડા સાઇન મો.સા. જેના આગળ પાછળ રજી.નંબર વીનાનુ લઇને નિકળતા તેના ઉપર શંકાસ્પદ દીનેશભાઇ નાજાભાઇ ચુડાસમા ઉ.વ.૩૧ રહે.મુળ ગામ- બાખલકા તા-તળાજા હાલ-રાધા કૃષ્ણ સો.સા પ્લો.નં-૩૪ સુરતવાળો નિકળતા તેની પાસે મો.સા.ના આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જેથી મો.સા. શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ.૧૫,૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.
પુછપરછ કરતાં ઉપરોકત મો.સા. તેણે આજથી આઠેક દીવસ પહેલા રબ્બર ફેકટરી સર્કલ ઇનાર્કો ફેકટરીના ફાટક પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. અને આગળની કાર્યવાહિ થવા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં હે.કોન્સ જી.એ. કોઠારીયા, કે.યુ.ડોડીયા તથા પો.કોન્સ બી.એ.બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ વિગેરે વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleવડવા તલાવડીમાં જુગાર રમતા ચાર ગેમ્બલર જબ્બે
Next articleદક્ષિણામૂર્તિમાં સુગમ ગીતોનો કાર્યક્રમ