બુધેલના પૂર્વ સરપંચ વિરૂધ્ધ પગલા લેવા માંગ

696

બુધેલના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી એવા પ્રકારે રજુઆત કરી છે કે બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ વનેસંગ મોરી, ભવાની ભૂપત મોરી કરણ ડાયમાં સહિતની આણી મંડળી સત્તા પર ન હોવા છતા ગરીબ અને નબળા વર્ગના લોકોને અવાર નવાર અકારણ રંજાડે છે અને ખોટી પોલીસ ફરિયાદો કરી યાતનાઓ આપે છે આ આણી મંડળી વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં તથા ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા પોલીસ વડાને ટેલીફોનીક, રૂબરૂ તથા આવેદન પત્ર સાથે પુરતા પુરાવાઓ સાથે ફરિયાદો કરી હોવા છતા આજ દિન સુધી કોઈ પગલાઓ લેવામાં નથી આવ્યા આવા અનિષ્ઠોના કારણે નિર્દોષોને ગામમાં રહેવું દુષ્કર થઈ પડ્યુ છે. ગામમાં રહેવું દુષ્કર થઈ પડ્યુ છે. અને અનેક પરિવારોને બુધેલ ગામેથી હિજરત કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. આથી આ મંડળી વિરધ્ધ તત્કાલ પગલા લેવા માંગ કરી છે.

Previous articleયુપીના બદાયૂમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ : ૭નાં મોત, ૩ ઘાયલ
Next articleઘોઘાની સંરક્ષણ દિવાલ ક્યારે બનશે