બોટાદ-ગઢડામાંથી ૧ર.ર૩ લાખનો ગેરકાયદે ઈંધણનો જથ્થો ઝડપાયો

929

બોટાદ જિલ્લામાં  ગેરકાયદેસર રીતે વેંચાણ થતાં ઈંધણ તેલની મળેલ બાતમી અન્વયે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારની સૂચના મુજબ અને જિલ્લા પુરવઠા અધિકારી નસીમ મોદનના માર્ગદર્શન તથા આગેવાની નીચે તાજેતરમાં બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતાં ઈંધણ તેલના વેપારીઓ ઉપર પુરવઠા વિભાગની જુદી જુદી ત્રણ તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી.  પુરવઠા નિરીક્ષકઓ અને નાયબ મામલતદારની આ ટીમ દ્વારા ગઢડા અને બોટાદ તાલુકાના ગેરકાયદેસર રીતે વેંચાણ થતાં ઈંધણ તેલના વેપારીઓની તપાસ કરવામાં આવતાં કોઈપણ પ્રકારના બિલ વગરનો, બીન હિસાબી તેમજ કોઈપણ પ્રકારના એક્સપ્લોઝીવ તથા કોઈપણ પ્રકારના લાયસન્સ કે સલામતિના સાધનો રાખ્યા વગરનો ગઢડા તાલુકામાંથી અંદાજિત રૂપિયા ૨,૨૧,૯૨૦ અને બોટાદ તાલુકામાં અંદાજિત રૂપિયા ૧૦,૦૨,૦૨૭ મળી કુલ રૂપિયા ૧૨,૨૩,૯૪૭ નો ઈંધણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સીઝ કરવામાં આવેલ જથ્થામાંથી નમૂના લઈ તેને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે.

Previous articleરાજુલા ન.પા.ના છુટા કરાયેલા સફાઈ કામદારો દ્વારા ગાંધીનગરમાં રજુઆત
Next articleએકતા થકી ગામનો વિકાસ શક્ય – સૌરભ પટેલ