જાફરાબાદ તાલુકામાં એકતા રથનું ભવ્ય સ્વાગત

790

જાફરાબાદ તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ એકતા રથનું પ્રદેશ કોર કમિટિના હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, ડેપ્યુટી કલેકટર, મામલતદાર, ટીડીઓ દ્વારા લોઠપુરથી જાફરાબાદ, વઢેરા, રોહીસા, ચિત્રાસરથી ટીંબીમાં દબદબા ભર્યુ સ્વાગત સ્વેચ્છાએ માનવ મહેરામણ સરદાર પટેલને વધાવવા ઉપમટી પડ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલનું સરદાર સરોવરમાં દુનિયાની સૌથી ઉંચી લોખંડી પુરૂષની લોખંડની વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનીટીનું લોકાર્પણ થઈ જવા રહ્યું છે. ત્યારે સમસ્ત ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિનું મહાકાય સ્ટેચ્યુ એકતા રથમાં બિરાજમાન હોય તે એકતા રથ સૌ  પ્રથમ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામેથી પ્રારંભ થતો હોય ત્યારે હીરાભાઈ સોલંકી દ્વારા એકતા રથના જીલ્લા ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણનું સ્ટેચ્યુ ઓફ યુનિટિ સરદાર વલ્લભભાઈ પટેલનું નાની નાનીબ ાળાઓ દ્વારા અને બેન્ડ વાજા સહિત સામૈયુ કરી સરદારની બિરાજમાન પ્રતિમાનું ફુલહાર દ્વારા સ્વાગત જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સરપંચ રાણાભાઈ ઉપસરપંચ નાથાભાઈ ગામ આગેવાન ધીરૂભાઈ ખુમાણ દ્વારા શાળાના આચાર્ય જયેશભાઈ દ્વારા એકતાના શપથ લેવરાવ્યા આ પ્રસંગે માજી કૃષ્‌ મંત્રી વી.વી.વધાશીયાની ખાસ ઉપસ્થિતિમાં જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ કોમલબેન શરમણભાઈ બારૈયા, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, તંત્રમાંથી ખુદ ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ, ઈન્ચાર્જ ટીડીઓ કે.પી.વાઢેર દ્વારા એકતા રથનું દબદબાભર્યુ સ્વાગત કરી વઢેરા ખાતે મોટી સંખયામાં સ્વૈચ્છાએ લોકો ઉમટી પડ્યા બપોરનો ભોજન સમારંભ કોટીડીયા ભાઈને ત્યાં કરી બલાણા રોહીસા સરપંચ વિજાણંદભાઈ દ્વારા બંદરથી સરપંચ સુકરભાઈ સોલંકી ઉપસરપંચ દોલુભાઈએ સ્વાગત પુંજન કર્યા બાદ ચિત્રાસરથી ભાડા અને ટીંબી ખાતે મનુભાઈ વાંજા- બુઝુર્ગ નેતા મહાસુખ દાદા વેપારી એોસસીએશન પ્રમુખ ભરતભાઈ સોની, તુષારભાઈ તેમજ સરપંચ પ્રદ્યુમનસિંહજીની ટીમ દ્વારા સ્વાગત સન્માન અને આજના દિવસની એકતાયાત્રા ટીંબી પુર્ણ કરેલ.

Previous articleએકતા થકી ગામનો વિકાસ શક્ય – સૌરભ પટેલ
Next articleદિવાળીના તહેવારોમાં એસટી દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાશે