ધંધો, નોકરી કે અભ્યાસ કરતા લોકો દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે કરવા જતા હોય છે ત્યારે એસ.ટી. ભાવનગર ડીવીઝન દ્વારા તા. ર થી ૬ નવેમ્બર દરમ્યાન વધારાની બસો દોડાવવામાં આવશે અને લોકોને પડતી તકલીફોનું નિરાકરણ કરશે.
દિવાળીના તહેવારો નિમિત્તે બહાર ગામ ધંધા, રોજગાર કે અભ્યાસ અર્થે ગયેલા લોકો પોતાના વતનમાં પોતાના કુટુંબીજનો સાથે તહેવાર ઉઝવવા જતા હોય છે. ત્યારે ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા ચાલો વતન તરફ શિર્ષક હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા સહિત જિલ્લાઓ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વિભાગિય નિયામક પરમાર દ્વારા જણાવાયું હતું. તા. ર થી ૬ નવેમ્બર દરમ્યાન ડિવીઝનના તમામ ડેપોમાંથી ૧૪પ જેટલી વધારાની બસો દોડાવાશે અને કોઈપણ સ્થળે જવા પ૧ મુસાફરો એક સાથે થશે તો માંગો ત્યાથી બસ આપવામાં આવશે અને તમામ બસોનું જીપીએસ આધારિત વિભાગિય કંટ્રોલ રૂમ દ્વારા ર૪ બાય ૭ મોનીટરીંગ કરવામાં આવશે.
કયા ડેપોમાંથી કેટલી બસો દોડાવાશે
તારીખ ર/૧૧ ૩/૧૧ ૪/૧૧ પ/૧૧ ૬/૧૧
ભાવનગર ર ૪ પ ૮ ૧૦
તળાજા ર ૩ ૪ પ પ
મહુવા ૧ ૩ ૪ પ પ
પાલિતાણા ૧ ર ૩ ૬ ૬
ગારિયાધાર ૧ ર ૩ ૪ પ
બરવાળા ૧ ર ૩ ૪ પ
બોટાદ ૧ ર ૩ ૪ પ
ગઢડા ૧ ર ૩ ૪ પ
કુલ ૧૦ ર૦ ર૮ ૪૦ ૪૬
જે-તે સ્થળનું ભાડુ
અમદાવાદ રૂા. ૧પપ
વડોદરા રૂા. ૧૮૦
સુરત રૂા. ર૬૦
રાજકોટ રૂા. ૧૪પ
ગોધરા રૂા. રર૦
દાહોદ રૂા. રપ૦