સિહોર આગામી એક માસમાં સીસીટીવી કેમેરાથી સજ્જ બને તેવા લોકભાગીદારી સાથે કાર્યરત કરવામાં આવનાર છે જેથી વિવિધ વિસ સ્થળે કેમેરા ફીટ કરવામાં આવશે. સિહોર શહેરમાં જુદા જુદા સ્થળો જેવા કે ગુંદાળા વસાહત તેમજ દાદાની વાવ પાસે, ખાડીયા ચોક, ટાવર ચોક, રેલવે સ્ટેશન, જીઆઇડીસી નં.૨માં, ગૌરવપથ રોડ, વડલા ચોક, બસ સ્ટેશન પાસે, ગરીબશા રોડ, રેસ્ટ હાઉસ પાસે, સુરકાના દરવાજા પાસે, ટાણા ચોકડી, કંસારી બજાર, મોટાચોક, સોની બજાર તથા નગરપાલિકા ઓફિસ પાસે, આંબેડકર ચોકમાં, એસ.બી.આઇ. બેન્ક પાસે વિગેરે સ્થળોએ નાઇટ વિજીલન્સ સીસીટીવી કેમેરા લોકભાગીદારીથી એક માસની અંદર ફીટ કરવામાં આવશે.
હાલ વડલા ચોક ખાતે કેમેરા જુદી જુદી કંપનીઓના ફીટ કરીને સિહોર પોલીસ સ્ટેશનમાં દરેક કેમેરાઓનું રીઝલ્ટનું ડેમો થઇ રહ્યુ છે અને જે કંપનીના સારા કેમેરા તથા સારૂ રીઝલ્ટ હશે તે કંપનીને સિહોર શહેર તથા બજારોમાં ફીટીંગ કરવાના ઓર્ડર આપવામાં આવશે. અને આખા સિહોરમાં સીસીટીવી કેમેરાઓ એક માસ દરમિયાન ફીટ થઇ ગયા બાદ આ સીસીટીવી કેમેરાઓ સિહોર પોલીસની તીસરી આંખ બનીને ગુનાઓ જેવા કે ચોરી, લૂંટ, બજારોમાં ખીસા કપાવા, ચીલઝડપ, જાહેરમાં છેડતી, મારામારી જેવા અનેક ગુનાઓ પોલીસની ગેરહાજરીમાં બનતા ગુનાઓને ડીટેઇન કરવામાં તેમજ આરોપીઓને પકડવા માટે સીસીટીવી કેમેરા ઉપયોગી બનીને કામ આપશે અને આ કેમેરાઓ ફીટ કરવાથી આવા અનેક ગુનાઓ બનતા અટકશે.