આજરોજ પૂ. મોરારીબાપુ મૃતક જયશે ગુજરીયાના ઘરે પહોંચી સમગ્ર બનાવ અંગે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી તથા યુવાન આત્મ શાંતિ અર્થે રામધુન બોલાવી હતી. લોકોને અનુરોધ કર્યો હતો કે એકતા ભાઈચારાને લઈને અન્ય પંથકમાં મહુવાની મિસાલ કાયમ રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો સંયમ જાળવે તથા કોમી એકતા જાળવી રાખે તે જરૂરી છે.