બેભાન કરી વિધવા મહિલાના પાડ્યા અશ્લીલ ફોટા છબિલ પટેલ પર આરોપ

1204

આજે અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે કે છબિલ પટેલે તેનું શારિરીક શોષણ કર્યું છે. તેની અશ્લીલ તસવીરો પાડીને વારંવાર બ્લેકમેઇલ કરી છે. આ મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. તેની સામે છબિલ પટેલે પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે આ મહિલાની વાતો પાયાવિહોણી છે. છબિલ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યાં છે કે, ” આ બધુ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મહિલા સાથે મારી કોઇપણ તસવીર હોય તો મને ફાંસી આપી દો.”

તેમણે તે પણ કહ્યું કે, ‘અત્યારે આટલી ટેક્નોલોજીના જમાનામાં ગૂગલ તમને બધું કહે છે કે તમે કયા દિવસે ક્યાં હતાં. એટલે પોલીસ મારી એ બધી ડિટેઇલ કઢાવે અને જુએ કે 2017ની 17 ફેબ્રુઆરીએ હું ક્યાં ગયો હતો.’ તેમણે ભાનુશાળી અંગે પણ વાત કરતા જણાવ્યું કે, તે કેસમાં પણ પીડિતાના પતિએ કહ્યું હતું કે છબિલ પટેલે મને ધમકી આપી છે પરંતુ કયા છબિલ પટેલ તેની કોઇ સ્પષ્ટતા જ નથી કરી. મેં ત્યારે એવી માંગણી કરી કે તેનો નાર્કો ટેસ્ટ કરાવો ત્યારે તે ભાગી ગયા. ત્યારે પણ મેં કહ્યું હતું કે આમા પોલીસ તપાસ થવી જોઇએ. આવા લોકોને સજા જરૂર થવી જોઇએ.’

તેમણે કહ્યું કે, ‘હજુ સુધી આ અંગે કોઇ એફઆઈઆર થઇ નથી, માત્ર ફરિયાદ થઇ છે. મહિલા 15થી 20 વકીલોની સાથે આ ફરિયાદ કરી છે એટલે તેમનું મોટું કારણ લાગે છે.’

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleટિ્‌વટર પર ફોલોઅર્સની સંખ્યા ઘટી જતા ડોનાલ્ડ ટ્રમ્પ ભટક્યા