ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં કદાચ ઓછા કલાકારો હશે જે તહેવારો મનાવતા નહિ હોય ક્યાંય શૂટિંગમાં વ્યસ્ત હોય છે તો ક્યાંક શહેરની બહાર પોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ આજે આપણે એવી અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને શૂટિંગમાંથી સમય કાઢી કર્વા ચૌથ ઉજવવાનું નક્કી કર્યું છે સ્ટાર્સ પ્લસ પર હાલમાં ચાલી રહેલ કસોટી જિંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પૂજા બેનર્જી કરવા ચૌથ પર પોતાના પતિ સંદિપ સાથે સમય પસાર કરશે પૂજાએ જણાવ્યું હતું કે “અમારા લગ્ન પછી આ મારો બીજો કર્વા ચોથ હશે. ગયા વર્ષે સંદીપ દૂર હતો, ત્યારે અમે વિડીયો કૉલ્સ દ્વારા રીતરિવાજો મુજબ
કર્વા ચૌથની ઉજવણી કરી હતી આ વર્ષે અમે બન્ને સાથે મળીને ઉજવણી કરીશું. હું પહેલેથી જ સુપર ઉત્સાહિત છું. મારી સાસુએ મને પૂજા માટે જરૂરી વસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું છે હું સંદીપ કંઇક વિશેષ કરવાની અપેક્ષા કરીએ છીએ અમારા બંનેમાં કોઈપણ પ્રકારના હિન્દુ ધાર્મિક વિધિઓ માટે અતિશય આદર છે હું સંદીપ સાથે સમય પસાર કરવા આતુર છું.