છેલ્લા રર વર્ષથી ભાજપ દ્વારા કોળી અને ઠાકોર સમાજની અવગણના કરાતી હોવાના વિરોધમાં આજે ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોળી, ઠાકોર સમાજની યુવા આક્રોશ સભા યોજાઈ હતી. જેમાં કુંવરજી બાવળીયા, કરશન વેગડ, નીતાબેન રાઠોડ, પ્રવિણ રાઠોડ, બળદેવ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને આગામી ચૂંટણીમાં કોળી અને ઠાકોર સમાજને પુરતું પ્રતિનિધિત્વ મળે તે અંગેની ચર્ચાઓ સાથે આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ સભામાં મોટીસંખ્યામાં કોળી, ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.