રાજુલા તાલુકાના બાબરીયાધાર ખાતે પાંચાળી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત ૧રમો સમુહ લગ્નોત્સવમાં ૩૧ દિકરીઓના કન્યાદાન દેવાશે. જેમાં આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ આણંદભાઈ જીંજાળા અને મહામંત્રી ભોળાભાઈ લાડુમોરને સમસ્ત આહિર સમાજથી અભિનંદનની વર્ષા આખી સમુહ લગ્ન સમિતિને અપાઈ રહ્યાં છે કે, જેમાં એક જ બળદાણીયા પરિવાર બાબરીયાધાર હાલ સુરત દ્વારા સમુહ લગ્નમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા પીઠાભાઈ લાખાભાઈ, દીલુભાઈ બળદાણીયા, જસુભાઈ બળદાણીયા દ્વારા લાભ લેશે. સમારંભના અધ્યક્ષ રઘુભાઈ હુંબલ અને ઉદ્દઘાટન માધાભાઈ લાડુમોર અને મગનભાઈ હડીયા રહેશે અને આ ભવ્યાતિભવ્ય પ્રસંગે સંતો-મહંતોમાં સત્તાધાર રામેશ્વર આપા ગીગા આશ્રમ મહંત ગોવિંદરામબાપુ, બારપટોળી સન્યાસ આશ્રમના મહંત ઉર્જામૈયા તેમજ રાજકિય ધુરંધર આગેવાનો દ્વારા ૩૧ દિકરીઓને આશિર્વાદ આપવા પધારશે. જેની આગામી તારીખ કારતક સુદ તેરસને બુધવાર ર૧-૧૧-ર૦૧૮ રે.બાબરીયાધાર ખાતે આવેલ ઈતિહાસીક સોમનાથ મહાદેવ પહાડ પર અવિરત બિરાજમાન છે તે સોમનાથ મંદિરના નીચેના ભાગે વિશાળ પટાંગણમાં ૧રમો આહિર સમાજ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવ ઉજવાશે. જેની આજથી ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, સમુહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ આણંદભાઈ તથા તમામ સેવા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે જે ભોળાભાઈને આહિર સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન એ માટે અપાઈ રહ્યાં છે કે ભયંકર દુષ્કાળના વર્ષમાં ફાટી નિકળેલ મોંઘવારીને પહોંચી વળવા આ ઈશ્વરીય કાર્ય દાતાઓ દ્વારા થઈ રહ્યું છે. જે અન્ય સમાજને પ્રેરણાદાયક છે અને દરેક જ્ઞાતિઓમાં ખોટા દેખાવો દ્વારા કરોડો રૂપિયાના આંધણો મુકાઈ રહ્યાં છે તેની સામે આ સાચો પડકાર છે.