ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ૪૭મો નેત્રયજ્ઞ સ્વ.મેઘજીભાઈ માંગરોળિયાની સ્મૃતિમાં યોજાયેલો જેનું ઉદ્ધાટન રામપીર મંદિરના મહંત આશાનાથજીના હસ્તે કરવામાં આવેલ આ તકે સામાજિક અગ્રણી મનુભાઇ દેસાઈ, સુરેશભાઈ પાથર, સુખદેવસિંહ સરવૈયા, જગદીશભાઈ સંઘણી, હરેશભાઇ બાબરીયા, રાજુભાઇ કાબરીયા, લાભુભાઇ ચિત્રોડા, રાજુભાઇ ઘાનાની, હાજર રહેલ,
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતાના વડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે,ખોડભાઈ ધધુકિયા, ધીરુભાઈ મજેઠીયા ઘનશ્યામભાઈ નાડોદા છગનભાઇ પટેલ, ભગીરથ પંડ્યા, વગેરે જાહેમત ઉઠાવેલ. મનુભાઇ દેસાઈ, ઇતેશભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા થતી આરોગ્ય સેવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન કવિ કનુભાઈ લિબાશીયા કરેલ આ કેમ્પમાં ૧૨૫ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો સરસ્વતી. વિદ્યા મંદિર દ્વારા થતી સેવા પ્રવૃત્તિની હાજર તમામ અગ્રણીઓએ સરાહના કરી હતી.