તળાજા ખાતે અખીલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના ભાવનગર જિલ્લાની કારોબારી રચના કરાઈ. જેમાં તળાજા તાલુકા પ્રમુખ તરીકે મહેશભાઈ બારોટની સર્વાનુમતે વરણી કરતા અભિનંદનની વર્ષા થયેલ.
આજે તળાજા ખાતે અખીલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના ભાવનગર જિલ્લાના આગેવાનો બાબભાઈ બારોટ, રમેશભાઈ બારોટની અધ્યક્ષતામાં બેઠક મળી. જેમાં તળાજા તાલુકાના હોનહાર આગેવાન કિશનભાઈ બારોટની રાહબરી તળે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની કારોબારી તળાજા તાલુકા પ્રમુખ તરીકે મહેશભાઈ જે બારોટની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ સાગરભાઈ એમ. બારોટ, મહામંત્રી મયુરભાઈ આર. બારોટ, ખજાનચી મહેન્દ્રભાઈ એન. બારોટ, કારોબારી સભ્યો કિશોરભાઈ બારોટ, કેવલભાઈ બારોટ, ધર્મેશભાઈ બારોટ અને જીતેન્દ્રભાઈ બારોટની સર્વાનુમતે વરણી થતા પ્રદેશ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ શંભુજીરાવ બારોટ, સતીષભાઈ બારોટ, યુવા પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ બારોટ, કનકભાઈ બારોટ, અમરૂભાઈ બારોટ સાથે રાજુલા બારોટ સમાજના દિલીપભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, કિશોરભાઈ બારોટ, કનુભાઈ બારોટ સહિતે તળાજા બારોટ સમાજના દરેક બારોટ સમાજને અભિનંદન પાઠવ્યા છે અને સદસ્યતા અભિયાનથી કોઈ બારોટ સમાજનું ઘર બાકી નહીં રહે તેવી અને દરેક વહિવંચા બારોટ સમાજના રાષ્ટ્રીય સંગઠન વંશાવલી સંસ્થાને વેગ મળશે તેવા ખાસ નિર્ણયો લેવાયા.