આર.જે.એચ.હાઈસ્કૂલ ઢસા જંકશન બોટાદ જીલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી

1225

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ અને કમિશ્નર શાળાઓની કચેરી.ગાંધીનગર ના પત્ર અનુસાર જીલ્લા શિક્શણાધિકારીશ્રી બોટાદ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે બોટાદ જીલ્લાની શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવા માટે જુદી-જુદી કચેરી ઓમાથી અધિકારીઓ કેળવણીકાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકની એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા જીલ્લામાંથી આવેલી દરખાસ્તોને ધ્યાને લઇને આવી શાળાઓની મુલાકાત લેવામા આવી હતી આ ટીમ દ્વારા શાળાના છેલ્લા ત્રણ વર્ષનાં બોર્ડનાં પરિણામો ઉપરાંત શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસક્રમ પ્રવુતિઓમાં સિદ્ધિઓને ધ્યાને લઇને ગુણંકન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાને અંતે જીલ્લા શિક્શણાધિકારી અને પસંદગી સમેતી દ્વારા આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશનને જીલ્લાની પ્રથમ ક્મની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત જી.શિક્ષણ.કચેરી બોટાદ દ્વારા રાજ્યકક્ષા ની શ્રેષ્ઠ શાળા માટે આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશનની ફાઇલ મોકલવામાં આવી હતી ટ્રુક સમયમાં શાળા ને પ્રમાણપત્ર અને આર્થિક પુરસ્કાર આપવામાં આવશે.

તાજેતરના વષોમાં આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશનની બોર્ડના પરિણામો સહિતની શૈક્ષણિક સિધ્ધિઓ ઉપરાંત રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ૦૮ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૬ નેશનલ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ ૭૮ ગોલ્ડ મેડલ સહિત ૨૯૦ મેડલ મેળવ્યા હતાં. ખેલ મહાકુંભમા પણ દર વર્ષે બોટાદ જીલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળાનું ઇનામ અને પ્રમાણ પત્ર મુખ્યમંત્રી ના હસ્તે શાળાના આચાર્યએ પ્રાપ્ત કરેલ છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમા પણ રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ શાળાએ પ્રાપ્ત કરેલ છે આ શાળાના આચાર્યને નેશનલ કક્ષાએ બેસ્ટ એજયુકેશનીસ્ટ એવોર્ડ અને એન.એસ. એસ.પોગ્રામ ઓફિસર ને “રાજ્યના શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર ” નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આમ શાળ એ શૈક્ષણિક રમતગમત સહઅભ્યાસક પ્રવુતિમાં ઉચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરી બોટાદ જીલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

Previous article‘ત્રિ-ભુવન તીર્થ’ રામમય બન્યું ‘માનસ – ત્રિભુવન’ કથાનો મંગળ પ્રારંભ
Next articleપાલિતાણા બીઆરસી સહિત ટીમનું શિક્ષણમંત્રીના હસ્તે થયેલું સન્માન