શિવસેનાને ભાજપની સાથે રહેવાની જરૂર : ફડનવીસ

1203

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ છે કે પ્રદેશની રાજનીતિ યથાર્થ જ શિવસેનાને ભાજપ સાથે જોડાણ કરવા માટે તૈયાર કરશે. ફડનવીસે કહ્યુ હતુ કે બંને પાર્ટી એક સમાન વિચારધારા ધરાવે છે જેથી સાથે રહીને આગળ વધે તે સમયની માંગ છે. એક ખાસ વાતચીતમાં મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે ભાજપ આગામી ચૂંટણી શિવસેનાની સાથે મળીને લડવા માટે ઇચ્છુક છે. તેમના કહેવા મુજબ પોલિટિકલ રિયાલિટીની પણ આ જ જરૂરીયાત છે. શિવ સેના છેલ્લા કેટલાક સમયથી એકલા હાથે ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. થોડાક દિવસ પહેલા જ શિવસેનાએ રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કહ્યુ હતુ કે તે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ભાજપના નેતા વારંવાર શિવસેનાની સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતીમાં મુખ્યપ્રધાનનુ નિવેદન ખુબ જ ઉપયોગી છે. મુખ્યપ્રધાન દ્વારા તર્ક આપવામાં આવ્યુ છે કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારે ચૂંટણી ગઠબંધન કરીને જીત હાંસલ કરી હતી.

બંને નેતા એક વખતે એકબીજાને જોવાનુ પણ પસંદ કરતા ન હતા. પંરતુ સાથે મળીને તેમની જીત થઇ હતી. તેમણે કહ્યુ હતુ કે બિહાર જેવી સ્થિતી તો મહારાષ્ટ્રમાં નથી. કારણ કે શિવસેના અને ભાજપની વિચારધારા એક સમાન છે. બંને પાર્ટી લાંબા સમયથી મિત્રો છે. શિવસેનાની દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વની જે લાઇન પકડી હતી તે જ લાઇન ભાજપની પણ રહેલી છે. રાજ્યમાં આગામી મુખ્યપ્રધાન શિવસેનાના રહેશે તેવી પ્રતિક્રિયા અંગે પુછવામાં આવતા ફડનવીસે કહ્યુ હતુ કે રાજનીતિમાં દરેક પાર્ટીને એવુ જ લાગે છે.ગઠબંધનના મુદ્દા પર શિવ સેના સાથે સમય સમય પર વાતચીત થતી રહે છે. હજુ ુસુધી વિધીવત ચર્ચા શરૂ કરવામાં આવી નથી પરંતુ વારંવાર વાતચીત થતી રહે છે.

Previous articleઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સેવાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
Next articleકાસકરને ખાસ સારવાર બદલ પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ