મોદી સરકારે પૂરપીડિતોને ૫૦૦ કરોડ ચુકવ્યા નથી : રાહુલ ગાંધી

775
guj13112017-7.jpg

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બરથી ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરી છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો અને છેલ્લો તબક્કો છે. આજે તેમણે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંબાજી ખાતે તેમણે સોશિયલ મીડિયા અને ૈં્‌ટીમ સાથે બેઠક પણ કરી હતી.
રાહુલ ગાંધી  નવસર્જન ગુજરાત યાત્રા દરમિયાન દાંતામાં આદિવાસી બાળકોને મળ્યા હતા. દાંતામાં પણ રાહુલ ગાંધીએ નોટબંધી, ય્જી્‌ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને ફરી ૧૫ લાખ રૂપિયા ખાતામાં જમા થયા વાળી વાતનો પ્રશ્ન પુછ્યો હતો અને મોદી સરકારમાં ગુજરાતની જનતા સાથે દગો થયો છે તેવી વાત ઉચ્ચારી હતી. તેમણે ગુજરાતમાં પરિવર્તનની જરૂર હોવાની વાત પણ પોતાના સંવાદમાં કરી હતી.રાહુલ ગાંધીએ દાંતા અગાઉ અંબાજી ખાતે પણ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેણે ભાજપ સરકાર પર વાકબાણ ચલાવ્યા હતા. રાહુલે નોટબંધીના નિર્ણયને મોદી સરકારની ભુલ ગણાવી હતી અને વધુમાં ઉમેર્યું હતુ કે સરકાર તેની ભુલ સ્વીકારતી પણ નથી. તેણે વિકાસ ગાંડો થયો છે વાળી વાતને યોગ્ય ગણાવી કહ્યું હતુ કે કોંગ્રેસ એવું કોઈ કામ નહીં કરે જેનાથી પ્રધાનમંત્રી પદની ગરીમાને ઠેસ પહોંચે.
રાહુલ ગાંધીએ પાલનપુરમાં યોજાયેલ જાહેર સભાને સબંધોતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે નાંખેલો જીએસટી ટેક્ષ હકીકતમાં ગબ્બરસિંઘ ટેક્ષ છે.
 કોંગ્રેસ અને ગુજરાતની 
જનતા દબાણથી સરકાર ઝુકી અને જીએસટી ઘટાડવા પડયો પરંતુ હજુ પણ જીએસટી મુદ્દે કોંગ્રેસ લડશે. રાહુલ ગાંધી અને નરેન્દ્રમોદી ઉપર આક્ષેપો કરતાં જણાવેલ કે તેઓ દેશના ચોકીદાર નથી ભાગીદાર છે. આ ઉદ્યોગપતિઓની સરકાર છે ગરીબોને પુરપિડીતોને રાહત નથી આપાઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમિત શાહ વગેરે ઉપર પણ આક્ષેપો લગાવ્યા હતા.
આ પહેલા તેમણે અંબાજી ખાતે ગુજરાતભરની કોંગ્રેસની આઈટી સેલના કાર્યકરો સાથે વાતચીત કરી હતી. જેમાં કોંગ્રેસ લોકો સુધી સત્ય પહોંચાડે છે અને ભાજપ જૂઠ્ઠાણું ફેલાવે છે તેમ જણાવ્યું હતું. દાંતામાં તેમણે લોકોને જણાવ્યું હતું કે, જીએસટી અને નોટબંધી નરેન્દ્ર મોદીની ભૂલ હતી. ત્યારબાદ પાલનપુર પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે નેનોને લઈને કરેલા રોકાણને લઈને નરેન્દ્ર મોદી પર ચાબખા માર્યા હતા. કરોડો રૂપિયા નેનો માટે ફાળવ્યા પણ ૫૦૦ કરોડ વાયદો કરીને બનાસકાંઠાના પૂરપીડિતોને ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતની જનતાના દિલમાં દુઃખ છે દેશના બધા જિલ્લામાં ગયો છું, એવા પ્રદેશમાં ગયો છું જ્યા સમાજના બધા લોકો આંદોલન કરે છે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આદીવાસી આંદોલન કરે છે  અહીં પૂર આવ્યું, ૫૦૦ કરોડનો વાયદો કર્યો એ મળ્યો નહીં આજ સુધી તમારા હાથમાં પૈસા નથી આવ્યા, આવ્યા એ બીજેપીના લોકોને મળ્યા મનરેગાને ચલાવવા માટે કોંગ્રેસે આખા દેશમાં ૩૫ હજાર કરોડ લગાવ્યા હતા, દેશના કરોડો લોકોને રોજગારી મળી, ખુશીઓ આવી મનરેગા ચાલુ કરવા માટે જેટલા રૂપિયા લગાવ્યા એટલા પૈસા બીજેપીએ નેનો બનાવવા આપ્યા, એક પ્રોજેક્ટ માટે આપ્યા નરેન્દ્ર મોદીએ પોતે નેનો માટે ૩૩ હજાર કરોડ આપ્યા તમારી જમીન લીધી, પાણી લીધી, વીજળી લીધી ગુજરાતના રસ્તા પર તમે ચાલો છો, શું રસ્તા પર ટાટા નેનો કાર જોઈ છે મેં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, હજારો લોકોની સાથે વાત કરી છે.

મોદીજીનું જૂઠ્ઠાણ બટાટા હવે ગ્રામમાં વેચાશે, લોકો અમીર બની જશે : રાહુલ
પાલનપુર બાદ રાહુલ ગાંધી ડીસા પહોંચ્યા હતા. અહીં તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા અને બટાટાના ફૂડ પ્રોસેસિંગ યુનિટને લઈને કરેલા વચનની હાંસી ઉડાડી હતી. રાહુલે જણાવ્યું હતું કે, લોકોએ મને કહ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષમાં બીજેપી અને નરેન્દ્ર મોદીએ બહુ વાયદા કર્યા છે. બહાર લોકોએ મને કહ્યું કે મોદીજીએ અહીં એક વચન આપ્યું હતું. 

Previous articleજનભાગીદારીથી નવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે : જાવડેકર
Next articleપદ્મમાવતી ફિલ્મનો વિરોધ કરવા માટે મહાસંમેલન