આસ્થાની સાથે જોડાયેલ પ્રશ્ને કોર્ટે ચુકાદા ન આપવા જોઈએ : અમિત શાહ

845

કેરળના કન્નુરમાં ભાજપ પ્રમુખ અમિત શાહ પાર્ટી ઓફિસનું ઉદ્‌ઘાટન કરવા માટે આજે પહોંચ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે માત્ર રાજ્યની ડાબેરી સરકાર ઉપર જ પ્રહાર કર્યા ન હતા બલ્કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલા સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે સરકાર અને કોર્ટને એવા કોઈ નિર્ણય લેવા જોઈએ નહીં જેનું પાલન થઈ શકે નહીં. જે મુદ્દા આસ્થા સાથે જોડાયેલા છે તે મુદ્દા ઉપર કોઈ નિર્ણય લેવા જોઈએ નહીં.

શાહે કહ્યું હતું કે કન્નુરમાં ભાજપના ૧૨૦ કાર્યકરો માર્યા ગયા છે. જે વિચારધારા માટે આ ભાજપ કાર્યકરોએ બલિદાન આપ્યું છે. તેઓ તેમના પરિવારને ખાતરી આપવા માગં છે કે અમને તેમને ક્યારેય પણ પરાજિત થવા દઈશું નહીં.

ભાજપ કચેરીનું ઉદ્‌ઘાટન કર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે કન્નુર અમારા માટે તીર્થસ્થળ સમાન છે. કેરળ સરકાર દમન શાસન ચલાવી રહી છે. ૨૬મી ઓકટોબરથી લઈને હજુ સુધી ૨૦૦૦થી વધુ ભાજપ અને સંઘના કાર્યકરોને જેલભેગા કરવામાં આવ્યા છે. તેઓ ખાતરી આપવા માંગે છે કે ડેમેજ કંટ્રોલ હેઠળ જેમને જેલમાં નાખી દેવાયા છે તેમને તેમની સંપત્તિને નુકસાન કર્યું છે. રાજ્ય સરકારને ભીંસમાં લેતા અમિત શાહે કહ્યું હતું કે કોમ્યુનિસ્ટ સરકાર આ બાબત ધ્યાનથી સાંભળી લે કે જે રીતે અય્યપાના ભક્તો પર દમનનું શાસન ચાલી રહ્યો છે, ભાજપ અયપ્પાના ભક્તો સાથે ચટ્ટાનની જેમ છે. તેઓ મુખ્યમંત્રી વિજયનને ચેતવણી આપવા માંગે છે કે જો દમનની પ્રવૃત્તિને રોકવામાં નહીં આવે તો ભાજપના કાર્યકરો શાંતિથી બેસશે નહીં. કેરળની અંદર મંદિરોની પરંપરાને ખતમ કરવાના પ્રયાસ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કરવામાં આગળના પાનાનું ચાલુ)

આવી રહ્યા છે. સબરીમાલા વિવાદ પર અમિત શાહે કહ્યું હતું કે સરકાર અને કોર્ટે એવા કોઈ આદેશ આપવા જોઈએ નહીં જેનું પાલન થઈ શકે નહીં. લોકોની આસ્થા અને સન્માન સાથે જોડાયેલા વિષય પર વાતચીત કરવી જોઈએ નહીં. આર્ટિકલ ૧૪ની વાત કરતા તેમણે કહ્યું હતું કે ધર્મ મુજબ રહેવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. એક મૌલિક અધિકાર બીજાને નુકસાન કરી શકે નહીં. હિન્દુ ધર્મે ક્યારેય પણ કોઈ પરંપરામાં મહિલાઓને સાથે અન્યાય કર્યો નથી પરંતુ મહિલાઓની દેવી તરીકે પૂજા થઈ છે. પરંપરા તોડવાનો કોઈને અધિકાર નથી. કોર્ટના ચુકાદાના નામ પર જે લોકો પરંપરા તોડવા ઈચ્છુક છે તેમને તેઓ કહેવા માંગે છે કે દેશભરમાં કેટલાક એવા મંદિર છે જે જુદી જુદી પરંપરા મુજબ ચાલે છે. ભગવાન અયપ્પાના અનેક મંદિર દેશમાં છે. ત્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં અયપ્પાની બ્રહ્મચારી મૂર્તિ લાગેલી છે જેથી આ પ્રકારના પ્રતિબંધો છે. દેશમાં કેટલાક એવા મંદિર છે જ્યાં માત્ર મહિલાઓ પ્રવેશ કરી શકે છે. પુરૂષોને મંજુરી નથી. શાહે કહ્યું હતું કે તમામ આ ફેંસલાની પાછળ પડેલા છે.

Previous articleબિહારમાં નવા સમીકરણના પણ સંકેતો : કુશવાહ નારાજ
Next articleત્રાસવાદી ગતિવિધિ જારી રહેશે તો બીજા વિકલ્પો પણ ખુલ્લા છે