US: પિટસબર્ગમાં ફાયરિંગ, ૮ના મોતની આશંકા, ટ્રેમ્પે લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ

1225

 

ઓડિશામાં ઢેંકનાલ જિલ્લામાં એક અત્યંત દુઃખદ દુર્ઘટના બની છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ઢેંકનાલ વિસ્તારમાં કમાલંગા ગામમાં ખુલ્લા વીજળીના તારને કારણે ૭ હાથીઓના મોત થયા છે. હાલ વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૧૩ હાથીઓનું ઓક ટોળું કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ફરી રહ્યું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે સાંજે ગામના ખેતરોમાં હાથીઓ પસાર થયા હતા અને કેટલાક હાથીઓ ખુલ્લા પડેલા હાઇ વોલ્ટેજ વીજળીના તારના સંપર્કમાં આવી ગયા હતા.

હકીકતમાં અહિંયા રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી ખુલ્લા તાર જમીન પર પડ્યા હતા.

રિપોટ્‌ર્સ મુજબ, હાથીઓના એક ટોળાના ૬ હાથીઓ બચી ગયા હતા પરંતુ ૭ હાથીઓ વીજળીના તારના સંપર્કમાં આવી ગયા હતા જેના કારણે ઘટનાસ્થળ પર જ તેમના મોત થયા હતા ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં ગ્રામીણ લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. ગ્રામીણોએ જ વન વિભાગને ઘટનાની જાણકારી આપી હતી. વન વિભાગે ઘટનાસ્થળ પરથી હાથીઓના શબ મેળવી લીધા છે.

Previous articleત્રાસવાદી ગતિવિધિ જારી રહેશે તો બીજા વિકલ્પો પણ ખુલ્લા છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે