ભારતીય રેલ્વેને મળ્યું ફાસ્ટેસ્ટ એન્જિન,૨૦૦ કિમીની હશે ઝડપ

782

ચિતરંજન લોકોમોટિવ વર્ક્સે ભારતીય રેલવેને અત્યાર સુધીનું સૌથી ઝડપી એન્જિન સોંપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ એન્જિન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. ચિતરંજન લોકોમોટિવ વર્ક્સ દ્વારા આ પહેલું એન્જિન છે જે આ સ્પીડ પર દોડશે.  ઉછઁ-૫ને મોડિફાઇડ કરીને બનાવેલા આ એન્જિનમાં ડ્રાઇવરની સેફ્ટી અને અનુકૂળતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

રેલવે દ્વારા પહેલું એન્જિન ગાઝિયાબાદ મોકલવામાં આવ્યું છે. રેલવેની માહિતી મુજબ આ સુપરફાસ્ટ એન્જિનનો ઉપયોગ રાજધાની એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં કરવામાં આવશે. રેલવે સાથે સાથે મુસાફરોને પણ આશા છે કે આ એન્જિન મુસાફરીના સમયમાં ઘટાડો કરશે. ઝ્રન્ઉના પબ્લિક રિલેશન ઓફિસર મંતર સિંહે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે એન્જિનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ૨૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ તેમાં વાઇબ્રેશન નહી થાય અને એન્જિન સંપૂર્ણ રીતે અંકુશમાં રહેશે. તેમના મુજબ આ એન્જિનમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરાયો છે. તેમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવામાં આવ્યા છે અને કોકપિટ વોઇસ રેકોર્ડર પણ લગાવામાં આવ્યું છે જે ડ્રાઇવરો વચ્ચેની વાતચીતને રેકોર્ડ કરી ૯૦ દિવસ સુધી સાચવી રાખશે.

૧૩ કરોડના ખર્ચે બનેલું આ એન્જિન વીજળીના ઉપયોગમાં પણ કાપ મુકશે કારણ કે તેમાં નેક્સ્ટ જનરેશન રિજનરેટિવ બ્રેકિગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Previous articleપાકિસ્તાનમાં લોકશાહી મરી ગઇ છે, સૈન્ય ચલાવે છે દેશઃ રેહમ ખાન
Next articleફિલ્મ મંગલયાનમાં તાપસી, નિમ્રત કૌર, સોનાક્ષી સિંહા ચમકશે