પોંડિચેરીના મુખ્યમંત્રી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ

880

પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ છે. બંને સામ-સામે આવી ગયા છે. મુખ્યમંત્રી વી નારાયણસામીએ ઉપ રાજ્યપાલ કિરણ બેદી પર આરોપ લગાવ્યો કે તેમણે કેન્દ્રીય ગ્રાન્ટ વિશે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી આપી.

નારાયણસામીએ જણાવ્યુ કે બેદીએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે કેન્દ્ર અહીંના કુલ બજેટના ૬૦ ટકા ગ્રાન્ટ આપી રહ્યા છે પરંતુ આ ખોટી માહિતી છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર બજેટ ગ્રાન્ટના માત્ર ૨૬ ટકા આપી રહી છે. ના કે ૬૦ ટકા જેવા કે બેદીએ દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે ૭૮૩૦ કરોડ રૂપિયામાં કેન્દ્રીય ગ્રાન્ટ માત્ર ૧૪૬૦ કરોડ રૂપિયા જ હતી.

ગત દિવસો પોંડીચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ મુખ્યમંત્રી વી નારાયણસામી દ્વારા તેમને લખેલા પત્રને ઘણો અશિષ્ટ ગણાવ્યો. આ પત્રમાં મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલ પર આરોપ લગાવ્યો હતો કે તે વધારે જાણકારીઓનો ખુલાસો સોશિયલ મીડિયા પર કરે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપાકિસ્તાન ટીવી પર નહીં પ્રસારિત થઇ શકે હિન્દી ફિલ્મો, સુપ્રિમ કોર્ટે આપ્યો આદેશ