બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરીના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર પોતાની આ ફિલ્મ પછી પોતાની મોટા બજેટની ફિલ્મ ‘મંગલયાન’નું શૂટિંગ શરૂ કરવાના છે. આવામાં આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર આ ફિલ્મમાં કુલ ૪ એકટ્રેસ અક્ષય કુમાર સાથે કામ કરશે.
દિગ્દર્શક-નિર્માતા આર. બાલ્કિની મિશન મંગલયાન પર આધારિત આગામી ફિલ્મમાં લગભગ ૧૧ વર્ષ બાદ અભિનેતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સરવાળો થઇ રહ્યો છે. ખબર તો આવી છે કે દબંગ ગર્લ સોનાક્ષી સિંહા, નિમ્રત કૌર અને તાપસી પન્નુ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવા જઇ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પહેલા વિદ્યા બાલનનું નામ ચર્ચામાં હતુ. પણ હવે તાપસી પન્નૂ અને સોનાક્ષી સિન્હા નજર આવશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ૧૧ વર્ષબાદ વિદ્યા બાલન સાથે કામ કરશે. અક્ષય તાપસી સાથે ફિલ્મ બેબીમાં કામ કરી ચુક્યો છે. તો રાઉડી રાઠોડમાં સોનાક્ષી સિન્હા સાથે કામ કરી ચુક્યો છે. હવે આ ફિલ્મમાં નિમ્રત કૌર પણ જોડાવાની છે. અક્ષયે સોનાક્ષી સાથે ‘બોસ’ અને ‘હોલી-ડે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.