મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાની વધારે નજીક આવ્યા છે તે ખબરો અત્યારે ચર્ચામાં છે. મલાઇકાએ જ્યારે ગત વર્ષે અરબાઝ ખાન સાથે તલાક લીધા ત્યારથી તેના અફેરની ચર્ચાઓ છે. તો એવી પણ વાતો હતી જેમાં મલાઇકાનાં અફેરની ચર્ચાઓને લઇને અરબાઝે તેને તલાક આપવાનો નિર્ણય કર્યો હતો.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું કે, “લોકો પોતાની જિંદગી અને કેરિયરને પરફેક્ટ કરવા માટે ઘણા કૉમ્પ્રોમાઇઝ કરે છે. લગ્ન પણ આવુ જ હોય છે. એક સારું કપલ બનવા માટે ૨ લોકો ઘણા એડજસ્ટમેંટ અને કૉમ્પ્રોમાઇઝ કરે છે. ચાહે તે ખુશ હોય કે ના હોય. મને ખબર નથી પડતી કે શું આપણે વધારે સારું મેળવવાની ઇચ્છા ના રાખવી જોઇએ? દરેકને એક સારી પત્નીની ઇચ્છા હોય છે અને હું ખુશ છું.”
મે ૨૧ વર્ષ સુધી મારા સંબંધને બચાવી રાખ્યો, પરંતુ ઠીક છે, દરેક આટલા લાંબા સમય સુધી પોતાના સંબંધને સંભાળી નથી શકતા.” ઉલ્લેખનીય છે કે અત્યારે અરબાઝ ખાન પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્નની તૈયારીઓ કરી રહ્યો છે.