મારા પરિવારના સભ્યો સાથે ખરાબ વ્યવહાર કરવાની કોઈની હિંમત નથી : સૈફ અલી ખાન

943

જ્યાં ભારતમાં #MeToo કેમ્પેઇનથી બોલીવુડની ઘણી કાળી કરતુતો સામે આવી છે. તો બીજી તરફ બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનને લાગે છે કે કોઇનામાં તેના પરિવારનાં સભ્યો સાથે ખરાબ વ્યવહાર કરવાની હિંમત નથી. સૈફ અલી ખાનની દીકરી બોલીવુડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.

સૈફ અલી ખાને જણાવ્યું કે, “સામાજિક ઢાંચો ઘણો અસમાન છે. મને નથી લાગતુ કે મારા પરિવાર સાથે કોઇ ખરાબ વ્યવહાર કરી શકે છે. મને નથી ખબર કે હું આવું કેમ વિચારું છું, પરંતુ મારી બહેન હોય, મા હોય અથવા મારી પત્ની હોય, મને લાગે છે કે લોકોમાં તેમની સાથે ખરાબ વ્યવહાર કરવાની હિંમત નથી. આવું એ માંટે છે કારણ કે અમારી આસપાસ જરૂરી સુરક્ષા છે. આ માટે આપણે એવી મહિલાઓની સુરક્ષા કરવી જોઇએ જેમની પાસે ના સુરક્ષા છે અને ના તેમને સુરક્ષા આપનારું કોઇ છે. આપણે મહિલાઓ માટે સુરક્ષિત સમાજ બનાવવો જોઇએ.

૪૮ વર્ષિય આ એક્ટરે તમાને સમ્માન આપવાની વાત કરી છે. તેણે કહ્યું કે જીવનમાં એકબીજા પાસેથી ગાળો લેવા કરતા પણ વધારે કંઇક છે. સૈફે કહ્યું કે, “આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં મહિલાઓ તરત જ ફરિયાદ કરી શકે છે અને સુરક્ષિત રહી શકે છે અને આવી ઘટનાઓને ગંભીરતાથી લઇ શકે છે. આશા છે કે ઈંસ્ીર્‌ર્ કેમ્પેઇન ભવિષ્યમાં પણ રહેશે.

Previous articleઅર્જુન-મલાઇકાનાં લગ્નની ચર્ચાઓ, અરબાઝે કહ્યું “દરેકને સારી પત્નીની ઇચ્છા હોય છે….
Next articleશોએબ અખ્તરે વિરાટ કોહલીને ૧૨૦ સદીનો ટાર્ગેટ આપ્યો…!!