મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી તે મહાન ખેલાડીઓમાં થાય છે જે વર્ષોમાં એક વાર જન્મે છે પરંતુઅત્યાર સુધી પોતાની રાહ પોતે જ નક્કી કરનાર માહી માટે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાંરમાનાર વર્લ્ડ કપની રાહ સરળ નહી રહે. વર્લ્ડ કપ ૨૦૧૯ મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ ટૂર્નામેન્ટ હશે પરંતુ તે ભૂલી ન શકાય કે ટેસ્ટ ક્રિકેટમાંથી તેમણે કેવી રીતે એક જ ઝાટકે સન્યાસ લીધો હતો. એક સીરીઝ વચ્ચે અને પ્રેસ કોન્ફરન્સ બાદ જેમાં કોઇ સંકેત આપવામાં આવ્યાં ન હતા. બીસીસીઆઇએ આ અંગે જાણકારી આપી હતી. ધોનીનો સવાલ છે ત્યાં સુધી તે કંઇ પણ કરી શકે તેમ છે.
ભારતની ટી-૨૦ ટીમમાંથી બહાર થયાં બાદ શક્ય છે કે તે ક્રિકેટનું આ મહાસમર અંતિમ તક હશ જ્યારે ‘કેપ્ટન કૂલ’ અને ‘મુકદ્દર કે સિંકદર’ જેવી ઉપમાઓથી નવાજવામાં આવેલા આ દિગ્ગજને અંતિમ વખત આપણે ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોઇશું.
નેશનલ સિલેક્ટર્સે તેમને સીમિત ઓવરોના બે ફોર્મેટમાંથી બહાર કરીને પહેલાં જ સંકેત આપી દીધાં છે. બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, તે નક્કી છે કે ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૦માં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ ધોની નહી રમે. પરિણામે તેમને ટીમમાં સ્થાન આપવાનો કોઇ અર્થ નથી.
તેમણે કહ્યું કે, સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે આ અંગે ઘણી ચર્ચા કરી. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સિલેક્શન કમિટીની બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે શું તમને લાગે છે કે તેમની પરવાનગી વિના પસંદગીકારો આ નિર્ણય લઇ શકે?
ધોનીએ ૨૦૧૮માં સાત ટી-૨૦ મેચ રમી છે જેમાં તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ સાઉથ આફ્રીકા સામે ૨૮ બોલમાં ૫૨ રનની હતી. બાકી ૬ ઇનિંગમાં તેમણે ૫૧ બોલમાં ૭૧ રન કર્યા.
ધોનીને આગામી ૨ મહિના સુધી મેચ પ્રેક્ટિસ કરવા નહી મળે કારણ કે ભારત આગામી વન ડે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે રમશે. સિલેક્શન સમિતીના પ્રમુખ એમએસકે પ્રસાદ વિકેટકીપર તરીકે અન્ય વિકલ્પ પર વાત કરી રહ્યાં છે અને ઋષભ પંત પર ટીમ મેનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.