ક્રિસ બ્રોડ અહીં શનિવારે આયોજક ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્તમાન શ્રેણીની ત્રીજી મેચમાં ટોસ માટે મેદાનમાં પ્રવેશતા ૩૦૦ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં કામગીરી બજાવનાર આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની મેચ રેફરીઓની એલિટ પેનલના ફક્ત બીજા સભ્ય બન્યા હતા. બ્રોડ હવે સૌથી વધુ વન-ડે મેચમાં ફરજ બજાવેલ શ્રીલંકાના રંજન મદુગલેથી ફક્ત ૩૬ મેચ પાછળ છે.
ન્યૂ ઝીલેન્ડના જેફ ક્રોવ ૨૭૦ વન-ડે મેચ સાથે ત્રીજા સ્થાને છે અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર જવાગલ શ્રીનાથે ૨૧૨ એક દિવસીય મેચમાં કામગીરી બજાવી છે. શ્રીલંકાનો રોશન મહાનામા ૨૨૨ વન-ડેમાં ફરજ બજાવ્યા પછી ૨૦૧૫માં નિવૃત્ત થયા હતા.
બ્રોડે અત્યાર સુધીમાં ૯૮ ટેસ્ટમાં કામગીરી બજાવી છે માર્ચ ૨૦૧૯માં વેલિંગ્ટન ખાતે ન્યૂ ઝીલેન્ડ અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટમાં ફરજ બજાવતા તેઓ મદુગલે બાદ બેવડી સિદ્ધિ હાંસલ કરનાર બીજા મેચ રેફરી બનશે. મદુલગે ટેસ્ટ મેચની કામગીરીમાં પણ બ્રોડથી ૯૨-૮૯થી આગળ છે.
ટોચના ક્રમના ડાબોડી બેટધર બ્રોડે ૨૦૦૪માં મેચ રેફરી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમને બધા આઈ. સી. સી. વર્લ્ડ કપમાં પણ ફરજ બજાવી છે.
બ્રોડ ૧૯૮૪-૧૯૮૯ વચ્ચે ઈંગ્લેન્ડ વતી ૨૫ ટેસ્ટ અને ૩૪ વન-ડે મેચમાં રમ્યા હતા, જેમાં તેમણે અનુક્રમે ૧,૬૬૧ અને ૧,૩૬૧ રન કર્યા હતા.