સરદાર પટેલ જન્મ જયંતી નિમીતે દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે જાહેર રજા જાહેર કરેલી છે. પરંતુ સ્ટેસ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ કાર્યક્રમને લઇને શાળામાં રજાઓનો આ સિલસિલો તુટવા જઇ રહ્યો છે.
વડાપ્રધાનની હાજરી માં કેવડીયા યોજાનાર આ કાર્યક્રમની સાથે શાળાઓમાં પણ બાળકોને શપથ લેવડાવવામાં આવનાર હોવાને લઇને શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે શૈક્ષણીક કાર્ય નહી થાય પરંતુ શાળા સ્ટાફ તથા બાળકોને એક કલાક માટે હાજર રખાશે. વલસાડ જિલ્લામાં શાળાઓને આ અંગે પરીપત્ર પણ કરી દેવાયો છે. જો કે ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ સુધી આ પરીપત્ર પહોચ્યો ન હોવાનું શિક્ષણ અધિકારીઓએ જણાવ્યુ હતુ. પરંતુ શપથ કાર્યક્રમને લઇને શાળા ચાલુ રહેવાની હોવાનું આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. શપથની સાથે સાથે વડાપ્રધાનનું કેવડીયાથી ટીવી પર લાઇવ ઉદબોધન દર્શાવવામાં આવે તેવી શકયતા છે. જો કે જિલ્લા શિક્ષણ વિભાગને પરીપત્ર ન મળ્યો હોવા છતા માનસીક તૈયારી કરી લેવાઈ છે.