રાજુલા ખાતે શિવશક્તિ ગ્રુપની તાલુકા રાજુલા જાફરાબાદના ખેડૂતોની બેઠક મળી જેમાં ખેડુત અગ્રણીઓ દ્વારા કરાયેલ ઠરાવ મુજબ નાયબ મુખ્યમંત્રીની રાજયના તમામ જિલ્લા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરાયાના નિવેદન અપાયા જેમાં તમામ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરતા પ૧ની સંખ્યામાં જ અમરેલી જિલ્લાને જ કેમ બાકાત રખાયો અને જિલ્લામાં પછાત વિસ્તાર રાજુલા જાફરાબાદના ખેડુતોને પ્રથમ અતીવૃષ્ટથી ખેતરવાડીઓ સહિત તમામ ઉગેલ પાકને ધસમસતા પાણીથી તમામ પાક અને જમીનને નસ્ટ કરી દરીયા ભેગું કરી દીધું જેનું નિરીષણ આપ દ્વારા હેલીકોપ્ટર દ્વારા નિરિક્ષણ કરાયેલ જેમાં ધેસપુર સોખડા હેમાળ નાગેશ્રી વઢેરા બલણા, ોરહીાસ ધારાબંદર ગામો બેટમાં ફેરવાયેલ જેને ફુટ પેકેટ દ્વારા હીરાભાઈ સોલંકીની સેવાભાવી ટીમ દ્વારા ધરદાર સુધી પાણીમાં ચાલી અનાજ કીટનું વિતરણ કરાયેલ તેમજ ખેડુતોનો બીજી વખત ત્રીજી વખત ઉછી ઉધરા કરી ત્રણ ત્રણ વાવણી વાળેલ અને મોલ થોડો ઘણો ઉજર્યો તો વરસાદ સાવ હાથતાળી આપી ગયો આવી ભયંકર સ્થિતિ રાજુલા જાફરાબાદ તાલુકાના સર્વેની આંકડા તંત્ર પાસે હોવાછતા અમરેલી જીલ્લાને અન્યાય કેમ ? તેવો વેધક સવાલ ખેડુત અગ્રણી અને શિવશક્તિ ગ્રુપના પ્રેસીડેન્ટદીલુભાઈ વરૂ દ્વારા તમામ ખેડુતોના ઠરાવ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતા નજુભાઈ વરૂ, હનુભાઈ ખુમાણ, મનુભાઈ વરૂ, ભરતભાઈ વરૂ, કનુભાઈ વરૂ, ઓઢાભાઈ વરૂ, ભરતભાઈ સરપંચ ચોત્રા પરેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ.