યોગ પીઠ સાથે વ્યાસપીઠ સેવામાં તત્પર રહેશે : પૂ. બાપુ

1080

માનસ – ત્રિભુવનના આજના બીજા દિવસે પ્રારંભ બાબા રામદેવે કીર્તનગાન સાથે યોગનો પ્રારંભ કર્યો. તેમણે કહ્યું કે પોતે પૂજય બાપુની શરણાગતિમાં છે. પૂ. બાપુને પ્રથમ વખત ઉજ્જૈનમાં કુંભમેળામાં રૂબરૂ મળવાનું બન્યું અને ત્યાર પછી તેમના આશીર્વાદથી આ નાનો સાધુ યોગઋષિ બની ગયો. બાપુ મારા ગુરૂ છે. બાપ છે, સખા છે. બાાએ પંચ પ્રાણાયમનું શિક્ષણ પ્રેકટીકલ આપ્યું. ત્યાર બાદ ધ્યાન તેમજ અન્ય રોજીંદા જીવનમાં ઉપયોગી આસનોનું પ્રેકટીકલ નિદર્શન આપ્યું.  હનુમાન ચાલીસા અને મારૂતિ સ્તુતી સાથે એકસરસાઈઝનું ઉત્તમ નિદર્શન આપીને શ્રોતાઓ-દર્શકોને ભાવમગ્ન બનાવ્યાં. તેમણે કહ્યું કે પોતે બાપુની આગળ પાછળ કોઈ વિશેષણ નથી બનાવતા કારણ કે તેમની પોતાની જે વિશેષતા અને જે કાંઈ વિશેષ છે એ બધું બાપુની કૃપા અને આશીર્વાદથી છે.

કથા પ્રારંભે ભાગવત ઋષિજીનું મંચ પરથી અભિવાદન કરવામાં આવ્યું. સુરતના દાનવીર લવજીભાઈ બદાશાહ, સવજીભાઈ ધોળકિઇયા, દિનેશભાઈ નારોલા, અમરીશભાઈ ડેર, બાબુભાઈ રામ વગેરેએ પૂજય બાપુના આશિષ ગ્રહણ કશર્યા. બાપુએ કહ્યું કે આજની રામકથામાં આપણને ત્રિભુવની યોગના દર્શન થયાં. એક તો મુળ પતંજલીના યોગસુત્રને દેહસાતુ માત્ર નથી કર્યુ પણ આત્મસાત્‌ કર્યું છે. એવો એક સીંગીંગ યોગી, સ્માઈલીંગ યોગી, ડાન્સીંગ યોગી, સ્ટેન્ડીંગ યોગી, સ્લીપીગ યોગી બાબા રામદેવ આપણી સમક્ષ છે. બાપુએ કહ્યું કે બાબા જયારે મહિનો પસંદ કરીને કહેશે ત્યારે એમને કથા આપીશ.

એક વૈશ્વિક ચેતના જેનામાં ઉતરતી હોય એની વિનમ્રતા કેવી હોય એ આપણે સહુએ જોયું. અમારો તો વિશ્વાસનો નાતો છે. એક પતંજલી યોગ, બીજો રૂપ્રાષ્ટકીય યોગ અને ત્રીજો હનુમંતીય યોગ એમ ત્રિભુવન યોગથી આપણને સભર કર્યા છે. બાપુએ બાબાબને સાધુવાદ ધન્યવાદ આપ્યા.

બાપુએ કહ્યું કે યોગ આ દેશનો પ્રાણ છે. આપણે મનને નિરોગી કરે, શરીરને સુદ્રઢ કરે એવા યોગનો અનુભવ કર્યો. યોગીનો જે ઓમકાર ધ્વનિ હતો. એમાં યોગનું બળ હતું. યોગીની પરીક્ષા ન કરી શકીએ પણ એમના ઓમકારના નાદથી ખબર પડે કે એની ઉંચાઈ કેટલી છે. એવી જ રીતે ભજનાનંદીના મુખમાંથી જે રામ નિકળે તેનો ધ્વનિ જુદો જ હોય. લોક સાહિતયકારના ગળામાંથી નિકળતો શબ્દ પણ કૈંક જુદો જ હોય.  આ રામદેવ બાબા છે કે મહાદેવ તાંડવ કરી રહ્યા છે એ નક્કી નહોતું થતું. બાપુએ કહ્યું કે પોતે યોગ નથી કરી શકતા પણ પતંજલિની વસ્તુઓનો ઉપયોગ બહુ કરે છે.

બાપુએ પોતાના દાદાગુરૂના છેલ્લા સમયને યાદ કરી, ભાવર્થ બનીને કહ્યું કે દાદાનો અંતિમ સંદેશ એ હતો કે મે જે કહ્યું છે તેને ગાજે અને ગાતા ગાતા એવી કક્ષા આવશે કે જયારે સ્વર, સુર, ગાનમાંથી જ યોગ સિદ્ધ થઈ જશે. પૂજય બાપુએ વિશ્વ યોગદિવસને યાદ કરી, વડાપ્રધાનને યાદ કર્યા પણ કહ્યું કે આ ઘટનામાં બહુ મોટું જળસીંચન બાબાએ કર્યું છે. દેશના સ્વાભામિાની ધ્વની ફરકતી રહે એ માટે આ સાધુ કામ કરે છે. અધ્યાત્મની યાત્રા એકલાની છે, યોગ તો હૃદયની આરપારતા છે. બાપુએ ઘોષણા કરી કે યોગપીઠ સાથે સદા વ્યાસપીઠ સેવામાં હતો.

તુલસીદાસજીને ટાંકીને બાપુએ કહ્યું કે તે યોગ ડુયોગ છે અને તે જ્ઞાન અજ્ઞાન છે જો રામ (પરમતત્વ)ના ચરણમાં પ્રેમ ન હોય. બાબા રામદેવ પ્રેમાળ છે. પરમતત્વમાં પ્રેમ ન હોય અને આંખોમાં કરૂણા ન હોય તો કશું કામનું નથી.

અહીં કીડીની પણ ઓખાત ન રાખતા હોય એવા હાથીની વ્યાખ્યા કરવા બેઠા છે. આવી અનધિકાર ચેષ્ટા તરફ બાપુએ નારાજગી વ્યકત  કરી. બાપુએ કહ્યું કે  બાબાએ બહુ પરિણામદાયી કામ કર્યુ છે. એટલે બાપુએ ગાયું કે તુમ કો હમારી નજર લગ જાયે.

કથાના કેન્દ્રીય બિંદુ પર આવતા બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ૧૮ વખત ત્રિભુવન શબ્દનો પ્રયોગ થયો છે. અને એ પણ યોગ હશે કે તથા ૮૧૮મી છે. ત્રિભુવન શબ્દ અહીં પરમ મહાદેવ માટે થયો છે.

ભગવાન શિવ પાર્વતીજીના અનુગ્રહથી કથા કરવા બેસે છે. અહીં પ્રથમ ચોપાઈમાં પાર્વતીજી શંકરને વિશ્વનાથ સાથે મમનાથ કહે છે જેનો મહિમા ત્રિભુવનમાં છે. સાથે પાર્વતીજી  શિવ્જીને ત્રિભુવનગુરૂ પણ કહે છે.

આપણી સંસ્કૃતિના ત્રણ વસ્તુનો બહુ મહિમા છે. ‘ત્રિ’ આપણા માટે બહુ મહત્વનો ભાવ છે. ત્રણ ત્રણ વસ્તુનો બહુ મહિમા છે. ત્રિભુવન ભગવાન શીવ પાસે ત્રિશુલ, ત્રિપુંડા, ત્રિલોચન એ શિવત્વનું પ્રતિક છે. ત્રિભુવનના ગુરૂ છે. દેવ, દાનવ, માનવ એને ભજે છે. અને શિવ ત્રિગુણાતીત છે. ભગવાનના ચારણમાંથી નિકળેલી ગંગા શિવજીની જરામાં આવી શૈલની એમની ડાબી બાજુ બેડી અને રામકથા રૂપી ગંગા એમના મુખમાંથી પ્રકટ થઈ આમ શિવજી સાથે ત્રણ ગંગા જોડાયેલી છે. તંત્ર વિદ્યામાં ત્રિકોણનો અત્યંત મહિમા છે. ત્રિભુવન મારા માટે બુધ જ છે પણ ત્રિભુવન એટલે જયાં આકાશ પણ ટુકુ પડે એવા પરમતત્વને નજરમાં રાખીને આપણે ચિંતન કરીએ.

આપણા શરીરમાં પાંચ પ્રાણ વાયરૂપે પ્રવૃતમાન હોય છે. એ પાંચ પ્રાણનું સંતુલન હોય તો જ માણસ સારી રીતે જીવી શકે. પંડીત રામફિકરજીને ટાંકીને બાપુએ કહ્યું કે રામચરિત માનસ એક એવું કલ્યાણમય કલેવર છે જેના પાચ પ્રાણ છે. સીતાજી, ભરતજી, લક્ષ્મણ, સુગ્રીવ અને રીંછ – વાનરો આ પાંચે પ્રાણની રક્ષા હનુમાનજીએ કરી છે. એટલે હનુમાનજી મહારાજ પ્રાણ તત્વ છે.

બાપુએ વંદના પ્રકરણને આગળ વધારતા કહ્યું કે આપણામાં બુદ્ધિ છે પણ શુદ્ધ બુદ્ધિ નથી. પણ તપ, દાન અને ટાટાથી બુદ્ધની શુદ્ધિ થાય. માતા જાનકી ત્રણે છે. સિતાજીનું આખું જીવન યજ્ઞ છે. સીતા  હાથ છે- જીવતં દાન છે. કારણ કે દિકરી દાન હોય છે અને સીતા જેવી તપસ્વી કોણ હોય ! સીતા જીવં ત તપ છે. શાસ્ત્ર કહે છે કે યજ્ઞ, દાન અને તપથી બુદ્ધિ શુદ્ધ થાય છે. જાસુ કૃપા નિર્મલ જાતિ પાઉ.

આજના યુગમાં બુદ્ધિ નષ્ટ નથી થઈ પણ અમુક ક્ષેત્રમાં બુદ્ધિ ભ્રષ્ટ બહુ થઈ છ.ે. એની શુદ્ધિમાં જાનકીની કૃપાથી જ થઈ શકે. પછી પિતારૂપ રામની વંદના થાય છે. વાલી અને અર્થ જેમ દેખાય જુદાં પણ તત્વનઃ એક જ છે. એમ સીતા અને રામ તત્વતઃ એક જ છે, માત્ર લીલા કરવા માટે જુદા પડ્યા છે.

તુલસીજીએ ૭ર પંક્તિમાં ૯ દોહાાં રામનામની વંદના કરી છે. આપણે માટે શાસ્ત્રોકત પુજાપાઠ કરી શકવાના નથી ત્યારે આ કળિયુગમાં પરમતત્વને પ્રાપ્ત કરવાનું બધા માટે સુલભ જો કોઈ સાધન હોય તો તે છે. પરમાત્માનું નામ કોઈપણ તપસ્વી મહાપુરૂષો અંતે તો નામને જ જીવનનો સાર માને છે. કંઈ ન થઈ શકે તો કેવળ પરમાત્માનું નામ લેવું. આ તલગાજરડા નામની ભુમિ છે. જયારે માઈક પણ ન હતાં. ત્યારે આ ગામમાં નવ નવ દિવસની અખંડ રામધુન ચાલતી અને તુલસીની ચોપાઈઓ ગીતા નામભુમિ છે. અહીં નામનો મહિમાં બહુ થયો છે. સમસ્ત શાસ્ત્રોની સાધનાઓનો સાર હરિનામ છે. એમાં રામનામ વિશેષ છે. રામ ન હોય તો સુર્યમાં ઉષ્ણતા નથી, ચંદ્રમાં શીતળતા નથી. અગ્નીમાં તેજસ્વીતા નથી ર્‌ કાર, અ કાર અને મ કાર એ પ્રણવ સ્વરૂપ ત્રિભુવનિય મંત્ર છે. ભગવાન શિવ વિષ પીવે છે ત્યારે રામ મંત્રનો જપ કરતાં વિશ્રામ પામે છે. બાપુએ કહ્યું કે તમારા જે ઈષ્ટદેવ હોય એનું નામ લોભ બધા જ નામ શ્રેષ્ઠ છે પણ રામનામ મહામંત્ર માનસમાં ભગવાન શિવનું આ વિધાન છે. રામ નામ પણ છે અને મંત્ર પણ છે. રામનામ મહામંત્ર હોવા છતાં કેવળ વિશ્વાસથી જ એનું નામ રૂપે સ્મરણ કરો તો તે પરમ કલ્યાણકારી છે. ગંગાવતરણના રસમય, સંગીતમય, સુંદરવર્ણ સાથે બાપુએ કથાને વિરામ આપ્યો છે.

 

ત્રિભુવન માનસના સુવર્ણ બિંદુઓ

–              યોગીની દ્રષ્ટી મળે તો પણ નિરોગી થઈ જવાય.

–              પ્રેમ વગરનો યોગી કોઈ કામનો નથી.

–              આખરે તો શુદ્ધ મહાપુરૂષ જે બોલે તે બધુ વેદ જ છે.

–              મારી ગુણાતીત શ્રદ્ધા છે કે ગુરૂમુખથી મળેલુ શાસ્ત્ર જ પચે છે.

–              જડને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ જરૂર છે અને ચૈતન્યને પ્રાપ્ત કરવા માટે સ્મરણ જરૂરી છે.

–              રામનામ રટનારને રામ મળે કે કેમ ને નક્કી નથી પણ રામ રામ રટનાર એક દિવસ રામ જરૂર થઈ જાય છે – સ્વ પ્રિન્સિપાલ શ્રી ન.ના. મહેતા સાહેબ

–              રામ તત્વને પકડી રાખજો રામ રામમાં આવકાર અને વિદાય બન્ને સમાહિત છે.

–              વિશ્વ ૧૪૦ દેશોના ગાયકોએ એક કાર્યક્રમમાં વૈષ્ણવજન ગાયું મન સરોજવાદક અમજદઅલીએ યુનોમાં રઘુપતિ રાઘવની ધુન વગાડી એ ભારત માટે શુકન છે.

–              ભારતમાં ફરી વખત અધ્યાત્મનું, સત્સંગનું યોગનું માનસિય ગંગાવતરણ થઈ રહ્યું છે.

–              સાધુ ઉગ્ર ન હોય પણ જગતના કલયાણ માટે વ્યગ્ર જરૂર હોય.

Previous articleરાણપુરમાં અબોલ પશુઓ માટે ઉપવાસ પર બેસેલા પશુ પ્રેમીએ પ્રશ્ન ઉકેલાતા પારણા કર્યા
Next articleશિશુવિહાર સ્કુલ સામેના બંધ મકાનમાં લાખોની ચોરી