સંસ્કૃત ભારતી ભાવનગર દ્વારા શહેરના આંગણે શરદોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમવાર અનોખા સંસ્કૃત ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં સંસ્કૃત કવિ અને ગાયક પંકજકુમાર ઝા (ઝારખંડ) તથા ભૈરવીબેન દિક્ષિતે સંસ્કૃતમાં ગરબા ગાઈ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. સંસ્કૃતમાં ગવાયેલ ગરબાને લઈને લોકો અચંબીત થયા હતા. દેવ ભાષા સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે યોજવામાં આવેલ. અનોખા કાર્યક્રમને ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કૃત ભારતીના ઉર્મિબેન જાની તથા ટીમએ જહેમત ઉઠાવી હતી.