પીપળી ત્રણ રસ્તા પાસેથી ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી પીકઅપવાન સાથે ત્રણ ઝડપાયા

1014
guj14112017-2.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ધોલેરા પોલીસ સ્ટાફે પીપળી ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ દરમ્યાન ઈગ્લીંશ દારૂનો જત્થો ભરેલો પીકઅપવાન બોલેરો જે ભાવનગર તરફ આવતી હોય તેને પોલીસે દારૂના જથ્થા સાથે ૩ શખ્સોને ઝડપી લઈ સવા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ અધિક્ષક અમદાવાદ રૂરલ તથા અધિક પોલીસ અધિક્ષક ધોળકા ડીવીઝનની સુચના મુજબ આગામી વિધાનસભા ચૂંટણી અનુલક્ષીને જીલ્લામાં પ્રોહીની પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવાની સુચના કરતા પીપળી ત્રણ રસ્તા ખાતે વાહનચેકીંગમાં હોઈ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક બોલેરો પીકઅપ ગાડીમાં ફ્રુટની વચ્ચે વિદેશી દારૂ છુપાવી ભાવનગર તરફ જનાર હોય જે આધારે વોચમાં રહેતા આરોપી દીલીપભાઈ મોતીભાઈ મોચી ઉ.વ.૩૫ રહે કડીપાણી મોચી ફળીયું તા.કવાટ જી.છોટાઉદેપુર સંજયભાઈ ગુન્ડીયાભાઈ રાઠવા ઉ.વ.૨૦ રહે તલાવ રોડ ફળીયુ તા.કવાટ જી.છોટાઉદેપુર રાજુભાઈ રવજી રાઠવા ઉ.વ.૨૩ રહે હાથીખાણ તા.કવાટ જી. છોટાઉદેપુરનાઓ દારૂની બોટલ નંગ ૭૮૦ કિ.રૂા.૨૭૬૯૦૦/ તથા બોલેરો પીકઅપ ગાડી કી.રૂા.૨૫૦૦૦૦/ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૫૨૭૯૦૦/ નો મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ આ કામગીરીમાં ધોલેરા પો.સ્ટે. પો.સબ.ઈન્સ એસ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ વિષ્ણુભાઈ હેકો બહાદુરસિંહ પો.કો. વીરપાલસિંહ, પુષ્પરાજસિંહ પોકો કિશોરસિંહ, ગણપતભાઈ, ઘનશ્યામસિંહ કલ્પેશભાઈ તથા ડ્રા હેકો.ભગવાનભાઈ જોડાયા હતા.

Previous articleહનુમાનગાળામાં રોહીસા સરપંચ દ્વારા મહાપ્રસાદનું થયેલું આયોજન
Next articleપ્રો.હી.ના ગુન્હામાં પાંચ માસથી ફરાર અકવાડાનો શખ્સ ઝડપાયો