એક પીએમ બીજા પીએમને જન્મ આપે,અમે આ પ્રથા બદલી : નીતિન ગડકરી

709

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, ભારત ગરીબ લોકો સાથેનો સમૃદ્ધ દેશ છે. દેશ પર એનડીએ પહેલા જેમણે રાજ કર્યું હતું તેમણે ફક્ત તેમના પરિવારનું જ ભલું કર્યું છે. બીજેપી પરિવારની પાર્ટી નથી. આ એ પાર્ટી નથી જે જ્ઞાતિ, ધર્મ કે ભાષાનું રાજકારણ કરે છે. અટલ બિહારી વાજપાયી અમારા સૌથી વડીલ નેતા હતા.

પરંતુ બીજેપીએ આ પદ માટે તેમનું કે એલ.કે. અડવાણીનું નામ નક્કી કર્યું ન હતું. આજે પીએમ પદે નરેન્દ્ર મોદી છે. અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ છે. નેતાગીરી બદલતી રહે છે. આ પાર્ટી ક્યારેય કોઈ એક નેતાના નામે ચાલી નથી. વિચારો અને સિદ્ધાંતોને અનુસરીને આ પાર્ટી ચાલે છે,” હૈદરાબાદ ખાતે ભારતીય જનતા યુવા મોર્ચાને સંબોધન કરતા નીતિન ગડકરીએ આ વાત કહી હતી.

વડાપ્રધાન બીજા વડાપ્રધાનને જન્મ આપે, મુખ્યમંત્રી બીજા મુખ્યમંત્રીને જન્મ આપે..આવું ચાલ્યા જ કરે. લોકશાહીનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય. અમે આ પ્રથા બદલી છે, નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું.

વિકાસની રૂપરેખા વિશે વાતચીત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે,ડિસેમ્બર સુધી બીજેપીની સરકાર દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડી દેશે. અમારી સરકાર ગામડાઓને સ્માર્ટ ગામમાં પરિવર્તિત કરી રહી છે. મોદી સરકાર રાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

Previous articleઆપણા દેશમાં ડેન્ગ્યુનો નવો મચ્છર મોદીબાબા આવ્યો : કોંગ્રેસ ધારાસભ્ય પ્રણીતિ શિંદે
Next articleશ્રીલંકાઃ મંત્રી અર્જુન રણતુંગાના અપહરણની કોશિસ,  ફાયરિંગમાં એકનું મોત