વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની મહાકાય પ્રતિમા, પ્રદૂષણ સહિતના મુદ્દા ઉપર પણ વાત કરી હતી. મોદીએ ધનતેરસ, દિવાળી અને છઠ્ઠ તહેવારને લઇને લોકોે શુભેચ્છા પાઠવી હતી. રમત-ગમતના ક્ષેત્રમાં ભારતીય યુવા ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા દેખાવની પણ વાત કરી હતી. મોદીએ આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની સિદ્ધિઓને યાદ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરના દિવસે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરવા જઇ રહ્યા છે. આ પ્રતિમા દુનિયાની સૌથી મહાકાય અને ઉંચી પ્રતિમા છે. ભારત માટે આ ગૌરવ લેવાની બાબત છે. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલની પ્રતિમાને જોવા માટે લોકોએ આગળ આવવું જોઇઅ. આ મહાકાય પ્રતિમાથી દેશનું ગૌરવ વધશે. મોદીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદીએ સંબોધનમાં દેશવાસિઓને તહેવારની સિઝન પર શુભકામના પાઠવી હતી. નવેમ્બર મહિનામાં અનેક ઉત્સવો આવી રહ્યા છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની જ્યંતિ આ વખતે વિશેષ થનાર છે. ૨૭મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ટાઈમ મેગેઝિને જે આવૃત્તિ પ્રકાશિત કરી હતી તેના કવર પેજ ઉપર સરદાર પટેલનો ફોટો મુક્યો હતો. પોતાની સ્ટોરીમાં આ મેગેઝિને ભારતનો એક નક્શો આપ્યો હતો. આ નક્શો એવો ન હતો જેમ આજે દેખાય છે. આ એક એવો નક્શો હતો જે કેટલાક ભાગોમાં વિભાજિત હતો. તે વખતે ૫૫૦થી વધુ દેશી રજવાડા હતા. ભારતને લઇને અંગ્રેજોને રસ ખતમ થઇ ચુક્યો હતો પરંતુ ભારતને બરબાદ કરીને છોડવા ઇચ્છુક હતા. ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે, રાજ્યોની સમસ્યા ખુબ વિકટ છે. માત્ર તમે જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છે. સરદાર પટેલે હિંમતપૂર્વક તમામ રજવાડાઓને ભારતમાં મર્જ કરાવ્યા હતા. દેશને એકતાના સુત્રમાં બાંધવામાં ભૂમિકા ભજવી હતી. એકતાના બંધનમાં બંધેલા આ રાષ્ટ્રને જોઇને અમે આજે ગર્વ અનુભવ કરીરહ્યા છે. આ વખતે તેમની જન્મજ્યંતિ વિશેષ રહેનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર છે. આ પ્રતિમાની ઉંચાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી છે. મોદીએ પ્રથમ વિશ્વ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. ૧૧મી નવેમ્બરે પ્રથમ વિશ્વયુદ્ધને ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એ દિવસે ભારે વિનાશ અને જનહાનિની સમાપ્તિની એક સદી પુરી થનાર છે. જ્યારે વિશ્વ શાંતિની વાત થાય છે ત્યારે ભારતનું નામ અને યોગદાનનો ઉલ્લેખ થાય છે.