ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો ચોથો મુકાબલો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે ગુમાવીને 377 રન ફટકાર્યા છે અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 378 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 162 અને અંબાતી રાયડૂએ 100 રન ફટકાર્યા હતા. આ બંન્નેએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચે બે તથા એશ્લે નર્સ અને કીમો પોલને એક-એક સફળતા મળી હતી.