અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે નવમાં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ત્યાર બાદ આ અંગે જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરી ચૂકેલા અને પરિવારના એકના એક પુત્ર એવા સાહિલ શાહે શા માટે આત્મહત્યા કરી તે અંગે રહસ્ય અકબંધ છે. આ ઘટનામાં પોલીસને સીસીટીવી હાથ લાગ્યા છે. સીસીટીવીમાં પાર્કિંગની જગ્યાએ સાહિત નીચે પડતો દેખાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સાહિત ડિપ્રેશનના કારણે આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક શંકા છે. સાહિલને ડિપ્રેશનની દવા પણ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથધરી છે.