ઈરફાન ખાન મારો ફેવરિટ સહ-અભિનેતા છે : દીપિકા પાદુકોણે

1447

બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ જેની સાથે ફિલ્મોમાં ચમકી છે, જેની સાથે પ્રેમના સંબંધમાં બંધાઈ છે અને હવે આવતા મહિને જેની સાથે લગ્નના સંબંધમાં બંધાવાની છે તે સહ-અભિનેતા છે રણવીર સિંહ. આ બંને જણ એકબીજાને છેલ્લા છ વર્ષથી ડેટિંગ કરે છે અને હવે આવતા મહિનાની ૧૪-૧૫ તારીખે ઈટાલીના લેક કોમો ખાતે પરણી જવાના છે.

પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે દીપિકાનો મનપસંદ સહ-અભિનેતા રણવીર સિંહ નથી. અમિતાભ બચ્ચન? ના. શાહરૂખ ખાન?ના. આમિર ખાન? ના. એ છે – ઈરફાન ખાન. દીપિકા અને ઈરફાને ‘પિકુ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. એક મુલાકાત વખતે દીપિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તારો ફેવરિટ સહ-અભિનેતા કોણ? ત્યારે દીપિકાએ ઈરફાનનું નામ આપ્યું હતું. ‘ઈરફાન વગર ‘પિકુ’ ફિલ્મ મારા માટે સ્પેશિયલ બની શકી ન હોત. ઈરફાન મારો ફેવરિટ સહ-અભિનેતા છે,’ એમ દીપિકાએ કહ્યું.

Previous articleકેરિયરની શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી છે : સ્વરા
Next articleરાકેશ શર્મા પરની ફિલ્મમાં કામ કરવા શાહરૂખ તૈયાર