બોલિવુડના બાદશાહ તરીકે વધુ જાણીતા શાહરૂખ ખાને અંતે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે સહમતી દર્શાવી દીધી છે. શાહરૂખ ખાન હવે જીરો ફિલ્મ બાદ તેના પર કામ કરનાર છે. જીરોના ટ્રેલરને લઇને ઉત્સુકતા છે. ટ્રેલર તેના જન્મદિવસે એટલે કે બીજી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. ફિલ્મના ચાહકો છેલ્લા કેટલાક દિવસથી ટ્લેરને લઇને રાહ જોઇ રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી અંદાજ મુકવામાં આવી રહ્યો હતો કે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં મોટી ભૂમિકા કોણ અદા કરનાર છે. હવે શાહરૂખખાને તૈયારી દર્શાવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. રાકેશ શર્માની ભૂમિકામાં શાહરૂખ ખાન નજરે પડનાર છે. ફિલ્મનુ નામ પણ નક્કી કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મનુ નામ સારે જહાં સે અચ્છા રાખવામાં આવ્યુ છે. ફિલ્મના નિર્માતા રાની સ્ક્રુવાલાએઅ કન્ફર્મ કરતા આ મુજબની વાત કરી છે.