ભૂતકાળની સજાના કારણે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટૅમ્પરિંગનું કૌભાંડ થયુંઃ સ્ટીવ  વૉ

1270

બોલ ટૅમ્પરિંગના કિસ્સામાં કડક સજાના અભાવના કારણે ખેલાડીઓ તેઓની મર્યાદા બહાર જવા પ્રેરાયા હતા, એમ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ ક્રિકેટ સત્તાવાળાઓને ‘સેન્ડપેપર કૌભાંડ’ના પ્રકરણમાં દોષ આપતા કહ્યું હતું કે જેમાં માજી સુકાની સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગયા માર્ચમાં ઑસ્ટ્રેલિયાની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના પ્રવાસમાં કેપટાઉન મધ્યેની ટેસ્ટ દરમિયાન બનેલા આ બનાવમાં સ્મિથ અને વોર્નર ઉપર ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સી. એ.) દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને કેમેરોન બેનક્રોફ્ટને નવ મહિના સસ્પેન્ડ કરાયો હતો. ખેલાડીઓ પરના પ્રતિબંધનો માર્ચ ૨૦૧૯માં અંત આવશે અને આઈ. સી. સી. વર્લ્ડ કપ તથા ઑસ્ટ્રેલિયાના એશિશ પ્રવાસ માટે ટીમમાં પાછા ફરવાનો તેઓને મોકો રહે છે.

Previous articleએશિયન ચેમ્પ્યિન્સ ટ્રોફી : વરસાદને કારણે ફાઈનલ રદ થતા ભારત-પાક. સંયુક્ત વિજેતા
Next articleપાકિસ્તાન સામેની ત્રીજી અંતિમ ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાની ૩૩ રને હાર