વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ચોથી વનડેમાં રોહિત શર્માએ ૨૧મી સદી ફટકારી

1112

ભારતના ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ચોથા વનડે મેચમાં ૨૧મી સદી ફટકારી હતી. આ સાથે જ હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ શાનદાર બેટ્‌સમેન તરીકે એક ભારતીય રેકોર્ડ તેમના નામે કર્યો છે. તેઓ ઓપનરની રીતે શતક લગાવવાના મામલે પોતાના નામે રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેઓ ઓપનર તરીકે સદી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી બની ચુક્યો છે.

રોહિત શર્માએ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ઓપનર તરીકે ૧૯ સદી ફટકારવાના રેકોર્ડની સરખામણી કરી લીધી છે. આ મામલે ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર પહેલા નંબર પર છે.

તેમણે ઓપનર તરીકે ૪૫ સદીઓ ફટકારી છે. શિખર ધવન ૧૫ સદી ફટકારીને ત્રીજા સ્થાન પર છે. રોહિત શર્માની આ વેસ્ટઇન્ડીઝની વિરૂદ્ધમાં બીજી સદી છે. ભારતના ક્રિકેટર રોહિત શર્માએ ચોથા વનડે મેચમાં ૨૧મી સદી ફટકારી રેકોર્ડ રચ્યો છે. સાથે સાથે તેમણે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી લીધી છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઓપનર તરીકે ૧૯ સદી ફટકારી હતી.

Previous articleપાકિસ્તાન સામેની ત્રીજી અંતિમ ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાની ૩૩ રને હાર
Next articleઆવતા વર્ષે દિવાળીમાં કચરાપેટીની જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ વેસ્ટ કલેકશન સિસ્ટમ આવે તેવી આશા