પવિત્ર યાત્રાધામોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલીતાણા યાત્રાધામ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટના સફાઈ કામદાર મજુરો બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ યાત્રાધામ પાલીતાણામાં ગુજરાત પવિત્ર યાત્રાધામના ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદી જુદી કંપનીની ટુકડીઓ દ્વારા સફાઈ માટેનું આયોજન કરવામાં આવેલ. જેમાં જૈનોના પાલીતાણામાં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટને સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હાલ અત્યારે ખાસ રેલ્વે સ્ટે.થી તળેટી સુધીનો મેઈન રોડ પરના રસ્તાઓ સફાઈ કરવામાં આવે છે ત્યારે આ સફાઈ કરતા મજુરો પુરી ઈમાનદારીથી સફાઈ કરતા હોય છે અને ચાલુ વરસાદમાં પણ કામ કરે છે ત્યારે આ કામગીરીને બિરદાવવા પાલીતાણા અને ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષ ભરતભાઈ રાઠોડ દ્વારા સફાઈ કરતા મજુર બહેનોનું અને સુપરવિઝન કરતા અલ્પેશભાઈનું કામ કરવાના ઓવરટાઈમના સમયે એક મોમેન્ટો આપી એક વિશેષ સન્માન કરવામાં આવ્યું અને તમામ સફાઈ બહેનોને એક સાડી અને ફુડ પેકેટસ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિહિપના ભરતભાઈ રાઠોડ, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન, બાબુભાઈ પંડિત, નગરપાલિકા ઉપપ્રમુખ કિરીટસિંહ સરવૈયા, જસાભાઈ રાઠોડ, નીતિનભાઈ ચૌહાણ, ડોળી એસો.ના પ્રમુખ મનાભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ સિહોરા, વિહિપના ચેતનભાઈ સઠીયા ઉપસ્થિત રહ્યાં હતા.