ભ્રષ્ટાચારમાં ઝડપાયેલા મોરબીના ધારાસભ્ય ૧ દિવસના રિમાન્ડ પર

551

મોરબી નાની સિંચાઈ કૌભાંડ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભામાં પ્રશ્નો નહિ ઉઠાવવા માટે ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ તેના મળતિયા વકીલ મારફત ૩૫ લાખમાં સોદો કર્યો હતો જે મામલે પોલીસે ધરપકડ કર્યા આજે કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને ઝડપી લેવાયા બાદ આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્યના ત્રણ દિવસ અને મળતિયા વકીલના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે જે દરમિયાન વધુ પૂછપરછ કરવામાં આવશે અને લાંચ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ધારાસભ્યની ધરપકડના વિરોધમાં એ ડીવીઝન મથક બહાર પ્રતિક ધરણામાં જીલ્લાના ત્રણ ધારાસભ્યો, જીલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો પણ પ્રતિક ધરણામાં જોડાયા હતા અને ધરપકડનો વિરોધ નોંધાવી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

Previous article૧૦ વર્ષમાં ૬૦૦થી વધારે કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થયું
Next articleભાજપે સરદાર પટેલના નામ પર માર્કેટિંગ કર્યું : શંકરસિંહ