વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં

658

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી આવતીકાલે મંગળવારના દિવસે સાંજે અમદાવાદ પહોંચી જશે. અમદાવાદમાં આવતીકાલે મોડી સાંજે પહોંચ્યા બાદ મોદી જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત થઇ જશે. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ અહીંથી તેઓ સીધી રીતે અમદાવાદ સર્કિટ હાઉસ જશે. આગામી દિવસે મોદી અમદાવાદ વિમાનીમથકથી સવારે નવ વાગે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચનાર છે. અહીં સરદાર સરોવર બંધ ખાતે પહોંચ્યા બાદ ફુલોની ખીણ અથવા તો વેલી ઓફ ફ્લાવરનુ નિરીક્ષણ કરશે. ત્યારબાદ ટેન્ટ સિટી જશે. બંને જગ્યાએ નિરીક્ષણ કર્યા બાદ મોદી જનસભાને સંબોધન કરનાર છે. ત્યારબાદ વોલ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે. આના પછી મોદી સગ્રહાલયનુ પણ ઉદ્‌ઘાટન કરનાર છે. અહીંથી ત્યારબાદ સીધી રતે નવી દિલ્હી માટે રવાના થઇ જશે. વડાપ્રધાન કચેરી પાસેથી મોદીના બે દિવસના કાર્યક્રમ અંગે માહિતી મેળવી લેવામાં આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે મોદી પોતાના આ વખતના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજભવનની જગ્યાએ સર્કિટ હાઉસમાં રોકાશે. વડાપ્રધાન બન્યા બાદથી હમેંશા ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ રાજભવનમાં જ રોકાય છે. જો કે આ વખતે તેઓ સર્કિટ હાઉસમાં રોકાનાર છે. એમ કહેવામાં આવે છે કે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર લોકોની સાથે મોદી વાતચીત કરશે. મોદી તેમની સાથે અંગત રીતે વાતચીત કરનાર છે. આ તમામ લોકોને મળીને મોદી તેમનો વ્યક્તિગત રીતે  આભાર પ્રગટ કરનાર છે. મોદી ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ મળનાર છે.

મોદ ગુજરાતની રાજકીય સ્થિતી પર પણ ચર્ચા કરનાર છે. મોદી આ નેતાઓ સાથે વાતચીત દરમિયાન લોકસભાની ચૂંટણીની વ્યુહરચના સાથે વાતચીત કરશે. મળેલી માહિતી મુજબ મોદી હાલમાં ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર કરવામાં આવેલા હુમલાના સંબંધમાં માહિતી પણ મેળવશે. મોદીના ગુજરાત પ્રવાસને લઇને તંત્ર સજ્જ છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ભારતવર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા જ્યારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આગળ વધશે ત્યારે વડાપ્રધાન સહિત મહાનુભાવોનું સ્વાગત કરશે. સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાશે. ત્યારબાદ, વડાપ્રધાનના વરદ હસ્તે લોકાર્પણ કરશે. ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરનાર છે.

૫૦૦૦થી વધુ જવાનો સુરક્ષામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરના દિવસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે. લોકાર્પણ કાર્યક્રમને સાનુકુળ અને સરળ રીતે પાર પાડવા માટે પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાન, રાજ્યપાલો અને અન્ય ટોપના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમના સંબંધમાં એક પોલીસ નાયબ મહાનિર્દેશકના માર્ગદર્શનમાં બે પોલીસ મહાનિર્દેશક ( આઇજી)સહિત પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી), ૫૦ પોલીસ નિરીક્ષણ ( પીઆઇ), ૩૦૦થી વધારે પોલીસ નાયબ નિરીક્ષણ ( પીએસઆઇ)ની જુદા જુદા સ્થળો પર તૈનાતી કરવામાં આવનાર છે.  આ સમગ્ર વિસ્તારમાં આશરે પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર છે.  મોદીની યાત્રાને લઇને કેવડિયા કોલોની અને નર્મદા જિલ્લાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એમ માનવામાં આવે છે કે કેવડિયાના પહાડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ઘોડેસવાર પોલીસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તાર હોવાના કારણે પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન બટન, સિસ્ટમ પણ રાખવામાં આવનાર છે. તમામ સિસ્ટમને એલર્ટ કરી દેવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી કાર્યક્રમ ચાલનાર છે. જેને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.રાજ્ય સરકાર તરફથી સમગ્ર કાર્યક્રમને વધુ વિસ્તૃત બનાવવા માટે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરદાર પટેલની પ્રતિમાનેલેજર લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ કરવામાં આવી છે. પોલીસ તંત્ર મોદીની યાત્રાને લઇને સુરક્ષાના મામલે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમને લઇને ભારતના તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Previous articleદિવાળી પૂર્વે તેલના ડબ્બાનો ભાવ ૧૭૦૦ ઉપર પહોંચ્યો
Next articleમહાકાલેશ્વર મંદિરમાં રાહુલે પૂજા કરી : પ્રચારની શરૂઆત