શહેરનાં ભીડભંજન ચોક પાસે જીલ્લા પંચાયતના ગેટ નજીક આવેલ ઓટો ગેરેજની કેબીન અને બાજુ પાર્ક કરેલ રીક્ષામાં ગત રાત્રીનાં આગ ભભુકી ઉઠી હતી બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે જઈ આગને બુજાવી નાખી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં ભીડભંજન ચોક પાસે આવેલ અજયભાઈ વી. મકવાણાની ઓટો ગેરેજની કેબીનમાં ગતરાત્રીનાં અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમા બાજુમાં પાર્ક કરેલ જયેશભાઈ બારડની ઓટો રીક્ષા પણ સાથે સળગી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો છટકાવ કરી આગને ઓલવી ખાક થઈ ગઈ હતી આગનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.