મી ટુ અભિયાન હેઠળ જે રીતે સમાજસેવી સુહેલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા ત્યારબાદ છેવટે ટાટા ગ્રુપે તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. ટાટા ગ્રુપે સુહેલ સેઠ ઉપર લાગેલા આરોપો બાદ તેમને સલાહકારના પદ પરથી હટાવી દીધા છે. તમને જણાવી દઈએ કે જે સમયે ટાટા ગ્રુપમાં ૨૦૧૬માં સાયરસ મિસ્ત્રી અને ટાટા સન્સ વચ્ચે વિવાદ ઉભો થયો હતો તે દરમિયાન સુહેલ સેઠે સલાહકાર તરીકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પરંતુ જે રીતે તેમના ઉપર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો ત્યારબાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના કોન્ટ્રાક્ટને પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.
સુહેલ સેઠ પર છ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો જેમાં મોડલ ડાયંડ્રા સોરેસ અને ફિલ્મ નિર્માતા નતાશજા રાઠોડ તેમજ લેખક ઈરા ત્રિવેદી પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે ડાયંડ્રા બિગ બોસ પ્રતિયોગી પણ રહી ચૂકી છે. તેમણે સુહેલ સેઠ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે સેઠ પર નવી દિલ્લીમાં એક પાર્ટી દરમિયાન જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. ડાયંડ્રાએ કહ્યુ હતુ કે તેમણે બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી હતી.
ડાયંડ્રાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે હું ડાંસ કરી રહી હતી ત્યારે સુહેલ સેઠે બળજબરીથી મારા મોઢામાં પોતાની જીભ નાખવાની કોશિશ કરી હતી. મે તેમની જીભને બચકુ ભરી લીધુ હતુ. તેમણે ફેસબુક પર પોતાની આપવીતી સંભળાવી હતી. વળી, મંદાકિની ગહેલોતે પણ સુહેલ સેઠ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી હતી. ફિલ્મ નિર્માતા નતાશજા રાઠોડે પણ સુહેલ સેઠ સામે આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે તેમણે બળજબરીથી મને કિસ કરવાની કોશિશ કરી હતી.