લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા બાપુ ખગોળ મેળા અંતર્ગત આકાશ દર્શનના કાર્યક્રમો

775

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ખગોળ વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી તેના પ્રત્યે લોક જાગૃતતા લાવવા હેતુ છેલ્લા ૧૬ વર્ષથી વિવિધ અદભુત ખગોળીય ઘટનાને ટેલીસ્કોપની મદદથી લોકોને દેખાડવાના કાર્યક્રમો કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીજીને ખગોળશાસ્ત્રમાં ખુબ જ રસ હતો. ૧૯૩૨માં યરવડા જેલયાત્રા દરમ્યાન ગાંધીજીની જેમજ ખગોળશાસ્ત્રમાં રસરુચી ધરાવતા  કાકાસાહેબ કાકેલકરનો ભેટો થયેલો. જેમના દ્વ્રારા જેલવાસ દરમ્યાન ટેલિસ્કોપ અને ખગોળવિજ્ઞાનના પુસ્તકોની ભેટ મળેલ. ગાંધીજી યરવડા જેલમાં પોતાની ભેટ સ્વરૂપે મળેલ ટેલીસ્કોપ દ્વારા તારાઓ, નક્ષત્ર અને અન્ય અવકાશીય પદાર્થોનું અવલોકન કરતા હતા. જેના સ્મરણ હેતુ સમગ્ર દેશ ભરના ખગોળમાં રસ ધરાવતા ખગોળપ્રેમીઓ માટે ભારત સરકારના સાંકૃતિક વિભાગ દ્વારા ૨, ઓક્ટોબર ૨૦૧૮ થી ૨, ઓક્ટોબર ૨૦૧૯ એક વર્ષને બાપુ ખગોળ મેળા તરીકે ઉજવવાનું જાહેર કર્યુ છે.

શરદપુનમના ચાંદને નજીકથી ટેલીસ્કોપ દ્વારા નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કાર્યરત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા તા. ૨૪/૧૦/૨૦૧૮ ને બુધવારના રોજ તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતે ૩ (ત્રણ) ટેલિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવેલ, જેમાં કુલ ૩૨૦ થી વધારે લોકો એ આ નજરો નિહાળ્યો હતો.

Previous articleદિલ્હી હાઈકોર્ટે અસ્થાના કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ થયો
Next articleબરવાળામાં એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત