કુંભારવાડાના ખાર વિસ્તારમાં યુવાનની શંકાસ્પદ લાશ મળી

1040

શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં ગુમ થયેલ યુવાનની લાશ પડી હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ડીવાયએસપી ઠાકર, બોરતળાવ પોલીસ મથકના પીઆઈ રાવળ સહિતનો સ્ટાફ દોડી જઈ લાશનો કબ્જો લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં.રમાં રહેતા મનોજભાઈ જેન્તીભાઈ મકવાણા ઉ.વ.ર૦ જે ગતરાત્રિના ગુમ થયા હતા. જે અંગે પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં આજરોજ કુંભારવાડાના ખાર વિસ્તારમાંથી મનોજભાઈની શંકાસ્પદ હાલતે લાશ પડી હોવાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ડીવાયએસપી મનિષ ઠાકર, બોરતળાવ પોલીસ મથકના પીઆઈ રાવળ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે તેમજ અમુક લોકોને શંકાના આધારે અટક કરી પુછપરછ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleગ્રંથાલય દ્વારા રેલી સહિત કાર્યક્રમો
Next articleબુધેલ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ