બુધેલ ગામના ગ્રામજનો દ્વારા એસ.પી. માલને પત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરી છે કે, ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીના મળતીયાઓ દ્વારા બુધેલ ગામની જાહેર સુલેહ શાંતિ ડહોળવાનો અવારનવાર પ્રયાસ કરી રહ્યાં છે. વગદાર વ્યક્તિના પીઠબળનો ગેર ઉપયોગ કરી પોલીસ તથા સરકારી વિભાગો દ્વારા યેનકેન પ્રકારે અરજીઓ કરી ગામના સરપંચને હેરાન કરવામાં આવી રહ્યાં છે આથી આ અંગે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.