જે ભુમિમાં જમના તેડા નહી તેવુ વચન ભગનાન સ્વામિનારાયણે આપેલ છે તે પવિત્ર સાળંગપુર હનુમાનજી મંદીરમાં હનુમાનજી મહારાજનો ૧૭૦ મો પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવવામાં આવેલ જેમાં હજારો હરિભકતો આ પાટોત્સવમાં આવ્યા હતા વડતાલ પીઠાધીપતિ રાકેશપ્રસાદજીના આશિર્વાદથી શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી(મેતપુરવાળા) ગુરૂવર્ય (અથાણાવાળા) સ્વામીની પુણ્યસ્મૃતિમાં સાળંગપુર કોઠારી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી(અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ આ પાટોત્સવ યોજવામાં આવેલ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ પ્રૌદ્ધ પ્રતાપથી મહાસમર્થ કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે અને આજે દાદાની કૃપાથી લાખો દુઃખીયા જીવ સુખીયા થઈ આનંદીત જીવન જીવી રહ્યા છે આ પાટોત્સવ પ્રસંગે ત્રણ દિવસ હનુમંત ચરિત્ર કથા યોજાઈ હતી જેમા વક્તા હરિપ્રકાસદાસજી અથાણાવાળાએ ત્રણ દિવસ સુધી કથાનુ વાંચન કર્યુ હતુ આ પાટોત્સવ પ્રસંગે હરિકૃષ્ણ ભવન નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ ગોપાળાનંદસ્વામીની લાકડીની પુજા કરવામાં આવી હતી આ પાટોત્સવમાં ધામે ધામથી સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા