ભાવનગર મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાજેતરમાં પ્રાથમિક શાળામાં મોબાઈલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મ્યુ. શિક્ષણ વિભાગે એક મહત્વનો પરિપત્ર કરીને મોબાઈલ ફોન વાપરવા સામે લાલબતી ધરતો પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં શાળાઓમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલુ શૈક્ષણિક કાર્ય દરમ્યાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલનો ઉપયોગ સીધી રીતે બાળકોના શૈક્ષણિક ગુણવત્તા ઉપર અસર કરે છે. શિક્ષકોની ફરજો બોમ્બે પ્રાઈમરી એજયુકેશન રૂલ્સ ૧૯૪૯ના નિયમ ૭૦ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ. જોગવાઈઓનું સીધી રીતે ઉલ્લંઘન થાય છે તથા સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ૧રર૦૧૦/ ૧૮પ૪/ ૯-ર તા. ર૮-૭-ર૦૧૦ તથા સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ૧ર/ ર૦૧૪/ ૪૦૭૯૬ં ૩, ૭-ર-ર૦૧૪ પેટા ડ (૩) ૩,થી પણ શાળામાં મોબાઈલનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. જેના અનુસંઘાને મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર મનાઈ ફરમાવેલ છે. આ પરિપત્રમાં અમે પણ જણાવ્યું છે કે વિદ્યા સહાય શિક્ષકએ તેમના મોબાઈલ ફોન જે તે શાળાના મુખ્ય શિક્ષક પાસે જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત મોબાઈલ રજિસ્ટર પણ રાખવાની વાત જણાવેલ છે. મ્યુ. પ્રાથમિક સ્કુલમાં શાસનાધિકારી તરિકે નવા આવેલા શાસનાધિકારી જીજ્ઞેશભાઈ ત્રિવેદીએ આવો નિયમ મુજબનો પરિપત્ર કરતા શિક્ષણ ક્ષેત્રે તેના સારા પ્રત્યાઘાતો પડ્યા છે.