દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવાશે અને આ દિવસે વડાપ્રધાન મોદી ભારતના લોહ પુરુષ સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે ત્યારે રન ફોર યૂનિટી પણ શરૂ થાશે. સરદાર પટેલની આ પ્રતિમાના નિર્માણ પર મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પ્રશ્ન ઊભા કર્યા છે. રાજ ઠાકરેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે લોકો મરી ગયા છે તેમની મૂર્તિ બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરવા કરતાં જે લોકો જીવે છે તેના જીવનને સારુ બનાવાની જરૂર હતી. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મૂર્તિ બનાવવા પર જે ખર્ચ થયો છે તે સરદારને પણ ગમ્યું નહીં હોય.
રાજ ઠાકરેએ ટ્વીટ કરી એક કાર્ટુન પણ શેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, ૨૨૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ છે કે સરદાર પટેલની જન્મજયંતિ પર સ્ટૈચ્યૂનું અનાવરણ કરવામાં આવશે. આ સ્ટૈચ્યુ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ નજીક બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની ઘોષણા ૨૦૧૦માં કરવામાં આવી હતી. સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવા માટે ૨૫,૦૦૦ ટન લોઢાનો અને ૯૦,૦૦૦ ટન સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટૈચ્યૂ ૭ કિલોમીટરની દૂરી પણ જોઈ શકાય છે.