બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાની સજા ૫ વર્ષથી વધારી ૧૦ વર્ષ કરાઈ

760

ભ્રષ્ટાચારના મામલામાં જેલમાં સજા કાપી રહેલા બાંગ્લાદેશના પૂર્વ પીએમ બેગમ ખાલિદા જીયાની મુશ્કેલીઓ વધી રહી છે.

જિયા અનાથાલાય ટ્રસ્ટના ફંડમાં ગોટાળા કરવાના આરોપસર પાંચ વર્ષની સજા ભોગવી રહેલા ખાલિદા જીયાની સજા હાઈકોર્ટે આ મામલામાં વધારીને ૧૦ વર્ષની કરી દીધી છે.

આ પહેલા સોમવારે આવેલા ચુકાદા બાદ ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના હજારો સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.શેખ હસીનાના ઘોર વિરોધી મનાતા ખાલિદા જીયા ફેબ્રુઆરીથી જેલમાં છે. ૭૩ વર્ષીય ખાલિદા જીયા પર અનાથાલયના ભંડોળમાંથી ૩.૭૫ લાખ અમેરિકન ડોલરનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ છે.

૧૯૮૦માં પતિ જીયા ઉર રહેમાનની હત્યા બાદ ખાલિદા જીયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.જીયાનુ કહેવુ છે કે મારા પરિવારને રાજકારણથી દુર રાખવા માટે કાવતરુ ઘડવામાં આવ્યુ છે.૨૦૧૪ની ચૂંટણીમાં જીયાની પાર્ટીએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.જેમાં શેખ હસીનાની પાર્ટીની જીત થઈ હતી. ખાલિદા જીયાના ભાગેડુ પુત્ર તારીક રહેમાનને એક રેલીમાં હાલના વડાપ્રધાન શેખ હસીનાને ટાર્ગેટ બનાવીને કરાયેલા હુમલામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે.

Previous articleસરદાર પટેલની મૂર્તિ બનાવી તેના કરતાં જીવતાં લોકોનું જીવન સુધાર્યુ હોત તો સારું હતું : રાજ ઠાકરે
Next articleમંજૂ વર્મા ત્રણ મહિના પછી પણ કેબિનેટ મંત્રી પદે કઈ રીતે યથાવત્‌ રહી? : સુપ્રિમ કોર્ટ